તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મકરપુરા વિસ્તારમાં આવેલા શ્રીજી નગર માં રહેતી બે સંતાનોની માતાને પતિએ પગાર બાદ નવા પકડા લેવાનું કહેતા ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મકરપુરા વિસ્તારમાં શ્રીજી નગરમાં ઉપેન્દ્ર પ્રસાદ કુશવાહા રહે છે. તેઓના સંતાનમાં એક 8 વર્ષનો બાળક અને 1 વર્ષની બાળકી છે. તેઓ જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. તેઓની પત્ની સાવિત્રીબેને બે દિવસ અગાઉ નવા કપડાં લેવા બાબતની માંગણીકરી હતી.
પરંતુ ઉપેન્દ્ર કુશવાહાએ પત્ની સાવિત્રીબેનને પગાર આવ્યા બાદ કપડાં લઈશું તેમ કહ્યું હતું. મંગળવારે ઉપેન્દ્રભાઈ ફરજ પર ગયા હતા. જ્યારે બાળકો બહાર રમતા હતા તે સમયે સાવિત્રી દેવીએ તેમના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.