વેબિનાર:‘વાય મેનેજ ઇમોશન?’ વિષયે યુવાલય દ્વારા વેબિનાર યોજાશે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 શહેરના યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર 28મે ગુરુવારનાં રોજ સાંજે 5 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજવામાં આવનાર છે. આ વેબિનારનો વિષય ‘વાય મેનેજ ઇમોશન?’ રાખવામાં આવ્યો છે. આ વેબિનાર સ્કૂલ અને કોલેજનાં વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો છે. આ વેબિનારમાં વક્તા તરીકે ઇમ્પીરીકલ કોચ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ આસમાની સુર્વે ઉપસ્થિત રહેશે. જેમાં ઇમોશન સારા છે કે ખરાબ, જો તમે તેને મેનેજ કરી શકો તે ઘણું ઇમ્પોરટન્ટ છે, તે ઉપરાંત કેમ અને કેવી રીતે ઇમોશનને મેનેજ કરવા એ વિશેની માહિતી વેબીનારમાં આપવામાં આવશે.જેમાં તમામ લોકો નિ:શુલ્ક જોડાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...