તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂંઝવણ:કોંગ્રેસના કોર્પોરેટરો કામ માટે બોલાવે તો જવું કે કેમ? અધિકારીઓની મૂંઝવણ

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસને વિપક્ષની માન્યતા ન મળતાં અધિકારીઓ સલવાયા

પાલિકામાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનો સત્તાધારી પક્ષે સદંતર એકડો કાઢી નાખ્યો છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો કામ માટે બોલાવે તો જવું કે કેમ તેની મૂંઝવણમાં અધિકારીઓ અટવાયા છે. પાલિકામાં કુલ 76 બેઠકો પૈકી કે 69 બેઠકો ભાજપ પાસે છે અને માત્ર 7 બેઠકો કોંગ્રેસ પાસે છે.

ભૂતકાળમાં કોંગ્રેસ પાસે 7 બેઠકો હતી ત્યારે પણ વિપક્ષના નેતાનો દરજ્જો અપાયો હતો. જોકે આ વખતે લોકસભાની જેમ 10%નો નિયમ પાલિકામાં પણ લાગુ કરવાનો ભાજપના સત્તાધીશોએ નિર્ણય કર્યો હતો અને ભાજપની સંકલન સમિતિએ લીધેલા નિર્ણયના પગલે પાલિકાની બેઠકમાં શાસક પાંખે કોંગ્રેસને વિપક્ષના નેતા સહિતનો કોઈ દરજ્જો નહીં આપવાનું નક્કી કર્યું હતું.

વૉર્ડ 1 કે જ્યાં કોંગ્રેસની પેનલ આવી છે.વૉર્ડ 16માં કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા છે ત્યાંનાં કામોને લઈને અધિકારીઓ અટવાઈ ગયા છે. કોંગ્રેસના કોઈ નેતા કામ માટે બોલાવે તો તેમની પાસે જવું કે કેમ તે પણ સવાલ પાલિકાના અધિકારીઓમાં ઊભો થયો છે. સૌથી કફોડી હાલત ઉત્તર ઝોનમાં અને દક્ષિણ ઝોનના અધિકારીઓની થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો