તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓને ઠપકો:મહિલા કોર્પોરેટરનો અધિકારીને ઠપકો કાંસની સફાઈની મને કેમ જાણ ન કરી?

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ કાંસમાં ઊતર્યાં હતાં, રશ્મિકા વાઘેલાને જાણ સુધ્ધાં નહોતી
  • બીજા દિવસે અધિકારીએ ફોન કરતાં કોર્પોરેટર પહોંચી ગયાં હતાં

નિઝામપુરામાં વગર વરસાદ તારાજી સર્જતી ભૂખી કાંસની સફાઈ શરૂ કરાઈ છે ત્યારે તેની શરૂઆતમાં રહી ગયેલાં વૉર્ડ 2નાં મહિલા કોર્પોરેટરે મને પહેલા દિવસે કેમ જાણ ન કરી તેવો સવાલ કરી પાલિકાના અધિકારીઓને ઠપકો આપ્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

ભૂખી કાંસમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં વરસાદ બંધ થયા બાદ પણ 48 કલાક સુધી જાન-માલની ભારે ખુવારી સર્જાતી હોય છે. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે ભૂખી કાંસની સફાઈ કરાવવા સાંસદ રંજનબેન ભટ્ટે પહેલ કરાવી છે. સાંસદ ભૂખી કાંસનો સ્લેબ તોડાવી નીચે ઉતર્યાં હતાં. આ ઘટના ટાણે વૉર્ડ નં.2નાં ભાજપનાં મહિલા કોર્પોરેટર અને સ્થાયીનાં સભ્ય રશ્મિકા વાઘેલા હાજર ન હતાં અને તેમને જાણ સુધ્ધાં ન હતી. સાંસદની સાથે વોર્ડ નં.2ના અન્ય કોર્પોરેટર, માજી કોર્પોરેટર હાજર હતા પણ પાલિકાની કામગીરીમાં સ્થાયીનાં મહિલા સભાસદ જ ગેરહાજર હતાં.

જોકે બીજા દિવસથી તેમણે હાજરી પુરાવવાનું શરૂ કર્યું હતું. વૉર્ડ 2નાં મહિલા કોર્પોરેટરે આવી સફાઈ થતી હોય તો મને જાણ કરવી એવો ઠપકો પાલિકાના અધિકારીઓને આપી ભવિષ્યમાં જાણ કરજો એવી સૂચના આપી હતી, જેના કારણે બીજા દિવસે અધિકારીઓનો ફોન જતાં તે ત્યાં પહોંચી ગયાં હતાં અને બે દિવસ કામગીરી પર નજર રાખી હતી. એટલું જ નહીં, ભૂખી કાંસના કારણે થતા નુકસાનને ધ્યાનમાં રાખી સાંસદે પહેલ કરી છે ત્યારે આ મહિલા કોર્પોરેટરે ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો પાસે રજૂઆત કરી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

પહેલા દિવસે મને જાણ ન હોવાથી ટકોર કરી
હા, પહેલા દિવસે ભૂખી કાંસની સફાઈ કરાઈ ત્યારે મને તેની જાણ ન હતી અને તેથી અધિકારીઓને કીધું હતું કે, આવું કંઈ પણ કરો તો મને જાણ કરજો. બીજા દિવસે મને અધિકારીઓનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ આ કામગીરીમાં જોડે જ છું. > રશ્મિકા વાઘેલા, વૉર્ડ 2 કોર્પોરેટર

અન્ય સમાચારો પણ છે...