વડોદરાનો ઇમોશનલ બ્લેકમેલ કેસ:ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને કહ્યું, ‘તું બીજા સાથે બહાર કેમ ગઈ, બ્લેડના 500 ચીરા માર અને મને ફોટો મોકલ’

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
છાણીની યુવતીએ હાથ પર બ્લેડના અસંખ્ય ઘા માર્યા હતા. - Divya Bhaskar
છાણીની યુવતીએ હાથ પર બ્લેડના અસંખ્ય ઘા માર્યા હતા.
  • ખ્રિસ્તી યુવક છાણીની યુવતીને પ્રેમમાં ફસાવ્યા બાદ ચેટિંગ કરી સતત ધમકાવતો હતો
  • સેલ્વિન યુવતી સાથેની અંગત પળોના ફોટો વાઇરલ કરવાની ધમકી આપતો હતો

છાણી વિસ્તારની 23 વર્ષની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ખ્રિસ્તી યુવકે અંગત પળોના ફોટા અપલોડ કરવાની ધમકી આપી યુવતીને શરીર પર બ્લેડ મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવાના બનાવમાં ચેટ સામે આવી છે. જેમાં યુવતીને તું અન્ય સાથે બહાર કેમ ગઈ તેમ કહી તેને 500 બ્લેડ મારવા માટે ધમકાવતો હોવાનું સપાટી પર આવ્યું છે.

ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો
છાણી વિસ્તારમાંના શ્રીમંત પરિવારની 23 વર્ષની યુવતીના પિતાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં તેમની પુત્રીને છાણી કેનાલ પાસેની માંગલ્ય સોસાયટીમાં રહેતા સેલ્વિન પાઉલે 2 વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. બંનેના અંગત પળોના ફોટા યુવતીની જાણ બહાર પાડી લઈ તેને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી સેલ્વિન દુષ્પ્રેરણા માટે મજબૂર કરતો હતો. યુવતીને ભગાડી જઇ સેલ્વિને તેની સાથે લગ્ન કર્યા હતા.

ચેટ પરિવારના હાથમાં આવતા ભાંડો ફૂટ્યો
સેલ્વિન યુવતીને તેની ભૂલ બતાવી તેને સજા રૂપે શરીર પર બ્લેડ મારી તેના ફોટા મોકલવાનું કહેતો હતો. તેમજ ચેટમાં અપશબ્દો લખી યુવતીને ધમકાવતો હતો. આ ચેટ યુવતીના પરિવારના હાથે લાગી હતી. ચેટમાં સેલ્વિન યુવતીને મેસેજ કરી કહેતો હતો કે, એની જોડે તું બહાર ગઈ જ કેમ, એ જવાબ આપ, 5 ગણીશ, 500 બ્લેડ માર, 12 વાગ્યા પહેલાં બંને હાથમાં 400 બ્લેડ મારી મને મોકલ, બાકી ભૂલી જજે, હું જે કહું એ જ કરજે. આ ઘટનામાં આજે છાણી પોલીસે સેલ્વીન પાઉલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને વચ્ચેની ચેટના કેટલાક ચોંકાવનારા અંશો..

સેલ્વિન : હું બધું જ બ્લોક અને બધું જ વાઈરલ કરી દઈશ.

યુવતી : હા, કરી દે જા. હું જ કહું છું.

સેલ્વિન : ..... ના સમ.

સેલ્વિન : ઈન્સ્ટા ડીલીટ કરી દવ તારું. ના દયા ખાવ આ વખતે.

યુવતી : બાય, મેસેજ ના કર. આ છેલ્લો મેસેજ મારો. હું લેપટોપ અને બધું મૂકીને જાવ છું. તું શોધી લેજે બીજી. હું જાવ છું સુસાઇડ કરવા. હવે નહીં સહન થાય, બાય ફોરેવર, હવે મુકજે મારા જેટલા ફોટા મુકવા હોઈ તે મુકજે. જા.. તારા પરબી ટ્રસ્ટ નથી, તું બી યુઝ જ કરી રહ્યો છે મારો, બાય ફોર એવર..

સેલ્વિન : 30 મિનિટ રાહ જોઇશ, જે કરવું હોઈ તે ઘરે આવીને કર, 30 મિનિટ પછી ફોટો અપલોડ કરી દઈશ.. બાય.. 30 જ મિનિટ રાહ જોઇશ.. બાય.

સેલ્વિન : મને સુતા પહેલા બ્લેડ જોઈશે તારા હાથમાં.. 40 બ્લેડ.. બરાબર.. બ્લેડ બરાબર..

સેલ્વિન : એક બી બ્લેડ ઓછી નીકળીને..

યુવતી : જીવવામાં કોઈ રસ નથી મને..

સેલ્વિન : બીજી વાત પછી કર.. બરાબર..

યુવતી : જાવ કરો બ્લોક ફટાફટ.. હવે મેસેજ નહી આવે..

સેલ્વિન : બહુ સતી સાવિત્રી નહી બનવાનું

સેલવિન : 40 બ્લેડનો ફોટો મોકલ જમણા હાથનો..

યુવતી : ગમે તેટલું કરું છું ઓછું પડે છે.

સેલ્વિન : ફોટો મોકલીને મેસેજ કર..

સેલ્વિન : 40 ગણીશ..

યુવતી : નથી સહન થતું મારાથી.. હું જાવ છું સુસાઇડ કરવા..

સેલ્વિન : 21 કાપા છે.. બીજા 20 હમણાં જ માર.. કાંડા પર.. હમણાને હમણાં..

સેલ્વિન : તું વિડીયો કોલ કરીને બતાય મને..

અન્ય સમાચારો પણ છે...