નોટિસ:કોવિડ સ્પેશિયલ ટ્રેનોમાં કેમ રેગ્યૂલર પેનલ્ટી કરી?154 TCને નોટિસ અપાઈ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તમામ ટિકિટ ચેકરો પાસેથી રિકવરી પેટે રૂા. 5 લાખની રકમ વસૂલ કરાશે
  • કોરોનામાં સ્પેશિયલ ટ્રેનોમાં રેલવેએ સ્પેશિયલ ભાડું લીધું હતું

કોરોના દરમિયાન કોવીડ સ્પેશિયલ ટ્રેનો રેલવે દ્વારા દોડાવાઈ હતી, જેમાં સ્પેશિયલ ભાડુ લેવાયું હતું તો પેનલ્ટી કે ચાર્જ કેમ સ્પેશીયલને બદલે નોર્મલ લેવાયો તેમ જણાવી વડોદરા રેલવે ડિવિઝનના 154 ટિકિટ ચેકરોને રેલવે તંત્ર દ્વારા નોટિસ અપાતાં ખળભળાટ મચી ગયો છે. સાથે સાથે બધાને રૂા.5 લાખ રિકવરી પેટે જમા કરવા પણ જણાવાયું હોવાનું જાણવા મળે છે.

કોરોનાના કારણે મુસાફરો જરૂરી હોય તો જ યાત્રા કરે તેની અગમચેતી માટે આ ટ્રેનોમાં રેગ્યુલર ભાડા કરતાં વધુ ભાડું એટલે કે સ્પેશિયલ ભાડું વસૂલવામાં આવ્યું હતું. આ ટ્રેનોમાં વડોદરા ડિવિઝનના ટીકિટ ચેકરો દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે અજમેર ખાતેની રેલવે ઓડિટ ઓફિસ દ્વારા વડોદરા ડિવિઝનના 154 ટીસીઓને નોટિસ આપવામાં આવી છે. વડોદરાના ટીસીઓ દ્વારા કોવિડ સ્પેશીયલ ટ્રેનોમાં સ્પેશીયલ ચાર્જ કે પેનલ્ટી નહોતી લેવાઈ તેવો આરોપ મુકીને રૂા.5 લાખની વસુલાત કરવા પણ નોટિસમાં જણાવાયું છે. જેના પગલે ટીસી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

યુનિયને તંત્રને રજૂઆત કરી
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સેક્રેટરી સંજય પવાર અને એજીએસ સંતોષ પવારે વડોદરા રેલવે ડિવિઝનને રજૂઆત કરી છે અને ડિવિઝનના સતાધીશો દ્વારા ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.

રેલવે તંત્ર દ્વારા પણ તપાસ
154 ટીસીઓને નોટિસ આપવામાં આવતાં રેલવે તંત્ર દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કોવિડ સ્પેશિયલ ટ્રેનો વેળા ટીસીઓ માટે કેવા પરિપત્ર હતા તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...