મારામારી:ભાઈ સાથે જિમમાં દાદાગીરી કેમ કરતો હતો? કહી માર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર એસ્ટેટ પાસે બાઇક રોકી યુવકને લાકડીના ફટકા મરતાં એસએસજીમાં સારવાર માટે ખસેડાયો

જીમમાં મારા ભાઈ સાથે કેમ દાદાગીરી કરતો હતો? તેમ કહી યુવક પર સરદાર એસ્ટેટ પાસે યુવક અને તેના ભાઈએ લાકડીના ફટકા મારી હુમલો કરતાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે. બાપોદ પોલીસ મુજબ પ્રકાશભાઈ મહેન્દ્રભાઈ પરમારે (ઉ.21.રે.જલારામ શાકમાર્કેટ પાસે, આજવા રોડ) તરૂણ વિઠ્ઠલભાઈ પરમાર (રે.રામદેવનગર, આજવારોડ) સામે ફરિયાદ નોંધાવી હતી.

મેમણ ઓપ્ટીકમાં નોકરી કરતો પ્રકાશ પરમાર શનિવારે બપોરે ઘેર જમવા માટે સરદાર એસ્ટેટ પાસેથી જતો હતો ત્યારે તરૂણે ઉભો રાખી તું જીમમાં મારા ભાઈ જયેશ સાથે કેમ દાદાગીરી કરતો? કહી લાકડીના ફટકા પ્રકાશના ઘૂંટણની નીચે માર્યા હતા. બીજો માણસ લાકડીના ફટકા મારવા આવતાં પ્રકાશ પરમાર કંપનીમાં નાસી ગયો હતો. પ્રકાશની માતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ હતી. બાપોદ પોલીસે જયેશ અને તરૂણ પરમાર સામે ગુનો નોંધી તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...