હુમલો:અમારા એરિયામાં કેમ આવ્યો છે? તેમ કહી વડોદરામાં યુવાનને ચાકૂના ઘા મારીને ત્રિપુટી ફરાર, વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે ફરિયાદના આધારે હુમલાખોર ત્રિપુટીની શોધખોળ શરૂ કરી

અમારા એરિયામાં કેમ આવ્યો છે ? તેમ કહી કિશનવાડી વુડાના મકાનમાં કાકાને મળવા ગયેલા સેવઉસળ લારી ધારક વેપારીને ચાકૂના ઘા મારી ઇજા પહોંચાડી ત્રિપુટી નાસી છૂટી હતી.આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે.

યુવાન કાકાને મળવા માટે ગયો હતો
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સુવાસ કોલોનીમાં રહેતા 40 વર્ષીય અતુલભાઇ કનૈયાલાલ રાણા ફતેગંજ બ્રિજ પાસે ગુંજન સેવ ઉસળ નામની નાસ્તાની લારી ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, બુધવારે રાત્રે 10 વાગ્યાના સુમારે તેઓ પોતાની એક્ટિવા લઇને કિશનવાડી વુડાના મકાન ખાતે રહેતા તેમના કાકાને મળવા માટે નીકળ્યા હતા. જ્યાંથી પરત ફરતી વખતે કિશનવાડી વુડાના મકાન ખાતેના સંદીપના પાન પડીકીના ગલ્લા પાસે ઊભા હતા.

અમારા એરિયામાં કેમ આવ્યો છે ? તેમ કહી હુમલો કર્યો
તે વખતે બુટી નામનો શખસ તેના બે સાગરીતો સાથે ધસી આવ્યો હતો અને અમારા એરિયામાં કેમ આવ્યો છે ? તેમ કહીને એક્ટિવાને લાત મારી રોડ પર ફેંકી દીધી હતી અને અપશબ્દો બોલ્યો હતો. જેથી અપશબ્દો બોલવા નહીં જણાવતા બુટીએ ચપ્પુ કાઢી તેના બે મિત્રોએ અતુલભાઇને પાછળથી પકડી રાખ્યા હતા અને બુટીએ કમરના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.

સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા
અતુલભાઇએ મદદ માટે બૂમો પાડતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને યુવાનને બચાવ્યો હતો. આ દરમિયાન બુટી સહિતની ત્રિપુટી નાસી છુટી હતી અને ધમકી આપી હતી કે, ફરીવાર આ એરિયામાં દેખાયો તો જાનથી મારી નાખીશું. હાલમાં અતુલભાઇ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...