તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મધુ શ્રીવાસ્તવનું નિવેદન લેતાં પોલીસ કેમ ડરે છે ? ઢીલી કાર્યવાહી સામે રોષ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીડિયાકર્મીને ધમકી બાદ પોલીસ ખિસ્સામાં છે, તેવા ભાષણથી વિવાદ થયો છે

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીને આપેલી ધમકીના મામલે તપાસ એસીપી ક્રાઇમને સોંપાઈ હતી, છતાં હજુ તપાસ શરૂ થઇ શકી નથી. કોર્પોરેશનની ચૂંટણી તથા બિચ્છુ ગેંગના અસલમ બોડિયા સહિતના સાગરીતોના મુદ્દે ચાલતી તપાસ વચ્ચે આ કેસમાં હજુ તપાસ શરૂ થઇ શકી નથી.

કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીને ધમકી આપી હતી. આ મુદ્દે મીડિયાકર્મીઓએ પોલીસ કમિશનર તથા ભાજપ અધ્યક્ષને રજૂઆત કરી ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનરે સમગ્ર મામલાની તપાસ એસીપી ક્રાઇમને સોંપી હતી. એસીપી ક્રાઇમ સમક્ષ મીડિયાકર્મી નિવેદન નોંધાવશે ત્યારબાદ તપાસ શરૂ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, મધુ શ્રીવાસ્તવે સયાજીપુરામાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં કલેક્ટર અને પોલીસ મારા ખિસ્સામાં છે અને મારો કોલર પકડી શકે તેમ નથી તેમ ભાષણમાં જણાવતાં વિવાદ થયો હતો. બીજી તરફ મીડિયાકર્મીને ધમકી આપવાના કેસમાં પોલીસ તપાસ શરૂ થઇ નથી, જેથી પોલીસની ધીમી કાર્યવાહી સામે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો