કાર્યવાહી:નીતિન પટેલ પર જૂતું કોણે ફેક્યું, રહસ્ય હજીય અકબંધ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડે. સીએમ નીતિન પટેલ પર જૂતુ ફેંકાવનાર આરોપી રશ્મિન પટેલને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે તેના 7 દિવસના રિમાન્ડ માગતા રિમાન્ડ નામંજૂર કરતાં આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો. ડે.સીએમ પર જૂતુ કોણે ફેંક્યું તે રહસ્ય હજી અકબંધ રહ્યું છેે. બીજી તરફ લોકલ ક્રાઈમ બ્રાંચે વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસે રહેતા અને કોંગી કાર્યકર કહેવાતા અમિત પંડ્યાના ઘરે તપાસ હાથ ધરી હતી, જોકે તે ઘરે મળી આવ્યો ન હતો. જેથી પોલીસ ખાલી હાથે પરત ફરી હતી. આ ઘટનામાં સિકયુરિટીમાં થયેલી ચૂંકની પણ તપાસ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...