પીડિતાનો મોટિવેશનલ વીડિયો વાઇરલ:પીડિતા સાથે સુરતમાં વાત કરનાર શખ્સ કોણ?, મરોલી જવાનું કહીને યુવતી સુરત કેમ ગઈ?

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત રેલવે સ્ટેશનના ફૂટેજમાં પીડિતા દેખાઇ હતી. - Divya Bhaskar
સુરત રેલવે સ્ટેશનના ફૂટેજમાં પીડિતા દેખાઇ હતી.
  • સીસીટીવીના ફૂટેજ ફંફોસ્યા બાદ પોલીસ સવાલોના જવાબ શોધી રહી છે

મરોલી જવાનું કહીને નીકળેલી યુવતી સુરત કેમ ગઇ અને તેણે સુરત સ્ટેશન પર કોઇ શખ્સ સાથે વાત પણ કરેલી હોવાનું જોવા મળ્યું છે. તો આ યુવક કોણ છે તે સહિતના સવાલો ઘેરાયા છે. સુરત રેલવે સ્ટેશનના સીસીટીવીમાં યુવતી પાછળ ગુલાબી કલરના થેલા સાથે દેખાય છે. એક વાત એવી ચાલી રહી છે કે, યુવતીનો પીછો થઈ રહ્યો હતો. જોકે સીસીટીવી પ્રમાણે યુવતી સામાન્ય સંજોગોમાં જતી હોવાનું સામે આવ્યું છે.

ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની અલગ-અલગ ટીમો વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. યુવતી 3 તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ મરોલી ગઈ કે કેમ, અને સુરતમાં શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યા છે.

સુરતના રેલવે સ્ટેશન પર યુવતી 10.03 વાગ્યાના સમયે દેખાય છે. જેમાં યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર ગુલાબી કલરનો થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે દેખાતી યુવતીની ચાલ પણ સામાન્ય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશન પર જોવા મળેલી યુવતીનો કોઇ પીછો કરતું હોય તેવું જોવા મળતું નથી.

વેક્સિન ગ્રાઉન્ડ,ઓએસિસની આસપાસની દુકાનોમાં પૂછપરછ
પોલીસની ટીમોએ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સીન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના 113 જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બસ ચાલકે એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું તે કોણ છે તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

આપ મેરી મરજી કે બિના કહી ભેજ ભી નહીં સકતે
પિડીત યુવતીના 2થી 3 વિડીયો રવિવારે વાઇરલ થયા છે. આ વિડીયો એઓસિસ સંસ્થા દ્વારા યોજાયેલા મોટીવેશનલ કાર્યક્રમના છે જેમાં પિડીતા પોતાના જીવનના અનુભવ શેર કરી રહી છે. વિડીયોમાં પિડીતા જણાવે છે કે મે હક સે બોલ રહી હું આપ કો જો મેરે સાથ કરના હે વો કરો, મે સબ કરને કો રેડી હું, સબ કુછ કરકે ભી મુજે કુચ બનના હૈ જો મે બનકે રહુંગી ઉસકે લીયે મુજે કોઇ ભી કિંમત ચુકાની પડે..મુજે દિખાવે કી જરુર નહી હે.કયું મેરી લાઇફ મુજે આગે લે જાની હે..કયું મમ્મી પાપા કો પ્રાઉડ દીલાના હે યે બાત ક્લીયર હુઇ તો મેરી સારી કમ્પ્લેન દુર હો ગઇ પહેલે પ્રોબ્લેમ સે ભરા હુઆ માઇન્ડ થા, મુજે મેરી મરજી કે બીના આપ ભેજ ભી નહી સકતે, આપ કો જો કરના હો વો કરો મેરે સાથ....મે રેડી હું.,... આ વિડીયોમાં એવું પણ જણાવાયુ હતું કે પિડીતા ભણવામાં ખુબ જ હોંશિયાર હતી અને 12માં ધોરણમાં તેના 95 ટકા આવતા સુરતની ખ્યાતનામ યુનિવર્સીટીએ તેને સ્કોલરશીપ આપવાનું પણ નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...