દારૂ સપ્લાય કેસ:વડોદરામાં બિશ્નોઇ ગેંગને રૂપિયાની લેવડ-દેવડમાં મદદ કરનાર એચ.કે. આંગડિયાના કર્મચારીની ધરપકડ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અશોક કાંતીલાલ પટેલ - Divya Bhaskar
આરોપી અશોક કાંતીલાલ પટેલ
  • આરોપીની ઉલટ તપાસમાં દારૂ સપ્લાયના નેટવર્કના રહસ્યો ખુલે તેવી શક્યતા

વડોદરામાં મોટા પાયે બિશ્નોઇ ગેંગ દ્વારા દારૂની સપ્લાય કરવાના કેસમાં દારૂના જથ્થાની લેવડ-દેવડમાં રૂપિયાની ચુકવણીમાં મદદ કરનાર આંગડિયા પેઢીના કર્મચારીને PCB ઝડપી લેવામાં આવ્યો છે.

7 મહિના પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી હતી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગત નવેમ્બર 2021માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રણ જેટલા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પરંતુ પોલીસે દુકાનમાંથી 26 લાખના દારૂ સહિત વાહનો મળી કુલ 33 લાખ 11 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બિશ્નોઇ ગેંગને અન્ય રાજ્યમાંથી દારૂ લાવવા માટે દારૂના સપ્લાયરને લાખો રૂપિયાની રકમ આંગડિયા પેઢી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી હતી.

પોલીસે આંગડિયાના કર્મચારીની ધરપકડ કરી
જે અંગે તપાસ કરતા બિશ્નોઇ ગેંગને નાણાકીય લેવડ-દેવડમાં મદદ કરનાર વડોદરાના એચ.કે. આંગડિયાના કર્મચારી અશોક કાંતીલાલ પટેલ (રહે. મહાલક્ષ્મી બેંકના મેડા ઉપર, સુલતાનપુરા, લહેરીપુરા, વડોદરા. મૂળ રહે. ગામ- બલોલ, જી. મહેસાણા)ની ધરપકડ કરવામાં આવી છે. હવે અશોકની ઉલટ તપાસમાં દારૂ સપ્લાયના નેટવર્કના અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...