શહેરના ઓલ્ડ પાદરા રોડ પર કોર્પોરેશન દ્વારા વર્ષો જુનુ મંદિર અંધારાના સમયે તોડી પાડવામાં આવતા હિન્દુ સંગઠનો સામાજિક સંસ્થાઓ અને કોંગ્રેસ સહિત વિરોધી રાજકીય પાર્ટીઓ દ્વારા સોમવારે કલેકટરને અરજી આપીને સરકારી ખર્ચે જ્યાં જૂનું મંદિર તોડ્યું હતું ત્યાં નવું મંદિર વિધિ-વિધાન દ્વારા સ્થાપિત કરાવી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ઓલ્ડ પાદરા રોડ પર જે મંદિર તોડી પાડવામાં આવ્યું છે, તેમાં કોઈ જાહેર નોટિસ આપવામાં આવી નથી કે જાણ પણ કરવામાં આવી નથી. કોઈ મુહૂર્ત કોઈ વિધિવિધાન કર્યા વગર સીધુ બુલડોઝર ફેરવીને આસ્થા અને શ્રદ્ધા અને ખૂબ મોટી ઠેસ પહોંચાડી છે. કોર્પોરેશનને ધર્મ વિરોધી કૃત્ય કર્યું છે.જે ભારતનું બંધારણ 1950 હેઠળ અનુચ્છેદ 15 નો સ્પષ્ટ ભંગ થયો છે. સંગઠનોએ ફક્ત હિન્દુ ધર્મના જ મંદિરો તોડવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
હિંદુ સંગઠનોએ આક્ષેપ કર્યા હતા કે,વિધાનસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કોઈ બહુ મોટું ધર્મવિરોધી કામ કરવા માટે વડોદરાના મેયર અને કમિશનર ઉશ્કેરણીજનક માહોલ ઉભો કરી વાતાવરણ બગાડવા માટે અને ચોક્કસ એક મોટી પાર્ટી ને ફાયદો થાય તે બાબતે પણ પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે.તેને ધ્યાનમાં રાખીને તેમની પર સ્ટેટ વિજિલન્સ તપાસ મુકવા અને મેયર, કમિશનર અને અધિકારી સામે પગલાં ભરવા અને નવું મંદિર બનાવવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.