10 સેકન્ડમાં મોતનો LIVE વીડિયો:વડોદરામાં ચા બનાવતાં બનાવતાં ચાવાળાને હાર્ટ એટેક આવતાં સ્થળ પર જ ઢળી પડ્યો ને મોતને ભેટ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે....શહેરના સયાજીગંજ વિસ્તારમાં ચાની કીટલી ચલાવતા માલિકને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. ચા પીવા બેઠેલા ગ્રાહકો ઉપર ઢળી પડેલા માલિક CCTVમાં કેદ થયા હતા. હાર્ટ એટેકના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવે સયાજીગંજ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

વર્ષોથી ચાની કીટલી ચલાવતા હતા
મળેલી માહિતી પ્રમાણે સયાજીગંજ વિસ્તારમાં વર્ષોથી ચાની કીટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભીમસ ચંદુલાલ નાથાણી (ઉં.વ. 48)ને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા. માત્ર 10 સેકન્ડમાં તેઓનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવતા ઢળી પડવાની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. જે સી.સી. ટી.વી. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

ચાની કીટલીના માલિકે ગ્રાહકો ઉપર ઢળી પડ્યા હતા.
ચાની કીટલીના માલિકે ગ્રાહકો ઉપર ઢળી પડ્યા હતા.

મસાલેદાર ચા પીવા લોકો આવતા
આ કરુણ ઘટના અંગે મળેલી માહિતી પ્રમાણે ભીમસભાઇ ચંદુલાલ નાથાણી વર્ષોથી સયાજીગંજ વિસ્તારમાં ચાની કીટલી ચલાવતા હતા. પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓની મસાલેદાર ચા પીવા માટે અનેક ગ્રાહકો આવતા હતા. ખાસ કરીને કોલેજિયન યુવાનો અને યુવતીઓ તેઓની ચા પીવા માટે આવતાં હતાં.

રાબેતા મુજબ ચા બનાવી રહ્યા હતા
ભીમસભાઇ રાબેતા મુજબ ચા બનાવી રહ્યા હતા. ચા પીવા માટે તેઓની કીટલી ઉપર અનેક ગ્રાહકો પણ બેઠા હતા. ચાનો ઓર્ડર આપી ચાની રાહ જોઇ રહ્યા હતા. ભીમસભાઇ નાથાણી પણ ગ્રાહકોને મસાલેદાર ચા પિવડાવવા માટે ચા બનાવવામાં મગ્ન હતા. દરમિયાન એકાએક તેઓને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેઓ કંઇ બોલે તે પહેલાં જ કીટલીની બાજુમાં ટેબલો ઉપર બેઠેલા ગ્રાહકો ઉપર ઢળી પડ્યા હતા.

સોશિયલ મીડિયામાં વાઈરલ
ભીમસભાઇ નાથાણી ગ્રાહકો ઉપર ઢળી પડતા જ ગ્રાહકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. ગ્રાહકોએ પોતાને સંભાળી ભીમસભાઇને ઊભા કરી હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ, ભીમસભાઇ હોસ્પિટલમાં જાય તે પહેલાં જ તેઓએ અંતિમ શ્વાસ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટના સ્થાનિક દુકાનમાં લગાવવામાં આવેલા સી.સી. ટી.વીમાં કેદ થઇ હતી. આ સી.સી. ટી.વી. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ ઘટનાએ વિસ્તારમાં ગમગીની ફેલાવી દેવા સાથે ચકચાર જગાવી મૂકી હતી.

ગ્રાહકોમાં ચર્ચાનો વિષય
ઉલ્લેખનીય છે કે, સયાજીગંજ ડેરીડેન વિસ્તાર ચાની કીટલીઓ માટે જાણીતો છે. સવારથી મોડી રાત સુધી હજારોની સંખ્યામાં લોકો પોતાની મનપસંદ ચાની કીટલી ઉપર ચા પીવા માટે આવે છે. મસાલેદાર ચાનો ટેસ્ટ માણ્યા બાદ પોતાના કામ માટે અથવા ઘરે જતા હોય છે. ચાની કીટલીના માલિક ભીમસભાઇ નાથાણીની ઘટના સયાજીગંજ ડેરીડેન પાસે ચા પીવા માટે રેગ્યુલર આવતા ગ્રાહકોમાં ચર્ચાનો વિષય બની છે.

અન્ય સમાચારો પણ છે...