તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ:વડોદરામાં પ્રચાર કરતાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મતદારે ઉધડો લીધો, મધુએ કહ્યું, હું આચારસંહિતામાં માનતો નથી કાલે પણ પ્રચાર કરીશ

વડોદરા2 મહિનો પહેલા
મધુ શ્રીવાસ્તવે જાહેરમાં સવાલ પૂછનારને કહ્યું કે પી ગયો છે પોલીસ આને લઈ જાવ..
  • મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પંચને પડકાર ફેંકતા બફાટ કરતાં કહ્યું કે,હું આચારસંહિતાને પૂછતો નથી

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પ્રચારની પૂર્વ રાત્રીએ વાઘોડિયા ખાતે યોજાયેલી જાહેર સભામાં વૃદ્ધ મતદારે ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ઉધડો લઈ નાખ્યો હતો.જોકે ધારાસભ્યએ વૃદ્ધ મતદાર પીધેલો હોવાનું જણાવી પોલીસને લઈ જવા માટે ફરમાન કર્યું હતું. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામા વાઈરલ થયો હતો.બીજી તરફ મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પંચને પડકાર ફેંકતા કહ્યું કે, હું આચારસંહિતાને પૂછતા નથી. આવતીકાલે પણ પ્રચાર કરીશ.

ચૂંટણી પંચના નિમયોના ઉલ્લંઘન કરીને પણ પ્રચાર કરવાની તૈયારી મધુએ બતાવી હતી.
ચૂંટણી પંચના નિમયોના ઉલ્લંઘન કરીને પણ પ્રચાર કરવાની તૈયારી મધુએ બતાવી હતી.

જાહેર સભામાં ચકમક જરી
વડોદરા જિલ્લા ,તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો.ત્યારે પૂર્વ રાત્રે તાલુકા મથકો ઉપર ભાજપા ધારાસભ્યો અને અગ્રણીઓ દ્વારા જંગી જાહેરસભાઓ કરવામાં આવી હતી.જેમાં વાઘોડિયાના ધારાસભ્યની વાઘોડિયા ખાતે યોજાયેલી જાહેર સભામાં એક વૃદ્ધ મતદારે વિકાસના મુદ્દે સવાલ કરતા ધારાસભ્ય અને વૃદ્ધ મતદાર વચ્ચે ચકમક ઝરી હતી.વૃદ્ધ મતદારે ધારાસભ્ય સામે ભારે રોષ વ્યકત કરી અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા.જોકે ધારાસભ્યએ આ વૃદ્ધ મતદાર નશામાં હોવાનું જણાવી સભા બહાર લઈ જવા પોલીસને જણાવ્યું હતું.જે અંગે નો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

મતદારે સવાલો સભામાં કરતાં તેને રોકી લેવામાં આવ્યાં હતાં.
મતદારે સવાલો સભામાં કરતાં તેને રોકી લેવામાં આવ્યાં હતાં.

રાજકીય માહોલ ગરમાયો
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વાઘોડિયામાં યોજાયેલી જાહેરસભામાં વૃદ્ધ મતદારે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે રોષ ઠાલવતો વાયરલ થયેલ વીડિયો જીલ્લા રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો.નોંધનીય છે કે તારીખ 28 મી ફેબ્રુઆરી ના રોજ જિલ્લા ,તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે પૂર્વ રાત્રીએ ભાજપના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયેલી સભાનો વીડિયો વીજળી વેગે વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો