તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વિશ્વામિત્રી અને ભાઠા વિસ્તારનું નવર્સજન યોગ્ય રીતે થાય છે કે કેમ? રાજ્યના ચીફ સેક્રેટરી મોનિટરિંગ કરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલશક્તિ મંત્રાલયનો વિશ્વામિત્રીના નવસર્જન મુદ્દે રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર

વિશ્વામિત્રીના નવસર્જન અને વિકાસની કામગીરી એનજીટીના ઓર્ડર મુજબ થાય તે માટે યોગ્ય મોનિટરિંગ કરવાની કામગીરી જલશક્તિ મંત્રાલયે રાજ્યના ચીફ સેક્રેટરીને આપી છે. આ અંગે પત્ર જલશક્તિ મંત્રાલયના ટેક્નિકલ વિભાગના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર દ્વારા ચીફ સેક્રેટરીને પાઠવાયો છે. રોહિત પ્રજાપતિએ 16 જુલાઈએ જલશક્તિ મંત્રાલયને પણ કામ યોગ્ય રીતે થાય તે માટે એનજીટીના ઓર્ડરને ટાંકી જણાવ્યું હતું.

એનજીટીએ જૂનના ઓર્ડરમાં પાલિકાને વિશ્વામિત્રી અને આસપાસના વિસ્તારના મેપિંગથી માંડીને તેમાં છોડાતાં ગંદા પાણી અને કિનારાની કન્સ્ટ્રક્શન કાટમાળ સહિતની કામગીરી કરવાનો અને આ કામગીરી અંગે પર્યાવરણપ્રેમીઓને જાણ કરવા આદેશ કર્યો હતો. આ કામગીરી શરૂ થઇ, પણ તેમાં વનવિભાગ કે અન્ય પર્યાવરણીય એક્સપર્ટને સામેલ ન કરતાં અને યોગ્ય કામગીરી ન થતાં રોહિત પ્રજાપતિએ વિવિધ મંત્રાલયોમાં પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

તેમણે કહ્યું કે, ‘જલશક્તિ મંત્રાલયે સૂચના આપી છે તે બતાવે છે કે વિશ્વામિત્રી નદીના મુદ્દાને કેન્દ્ર સરકારના વિભાગો ગંભીરતાથી લઇ રહ્યા છે. મંત્રાલયે કામગીરીની નોંધ પોતાને અને તેની એક કોપી મને (રોહિત પ્રજાપતિને) મોકલવાનું જણાવ્યું છે.’ રોહિત પ્રજાપતિ અને પર્યાવરણપ્રેમીઓએ કામ યોગ્ય રીતે નથી થઇ રહ્યું તેવી પત્રમાં નોંધ કરી હતી.

વિશ્વામિત્રી નદીમાંથી કાટમાળને દૂર કરવાની કામગીરી હજુ સુધી થઈ નથી
સોમવારે જીપીસીબીએ વનવિભાગને સાથે રાખી વિશ્વામિત્રીના કાંઠા અને પાલિકાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી. ત્રિવેદીએ જણાવ્યું કે, વિશ્વામિત્રીને જીવતી કરવા મુદ્દે કામગીરી કરાઈ રહી છે, પણ હજી કાટમાળ હટાવવાની કામગીરી થઇ નથી.

પાલિકા દ્વારા જે કામગીરી કરાઈ છે તે વનવિભાગના સૂચન મુજબ છે. મગરના રહેઠાણને નુકસાન પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું નથી.’2017-18માં પાલિકાને કન્સ્ટ્રક્શન વેસ્ટ હટાવવા અને કિનારાનાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા એનજીટીએ આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...