નવો આદેશ:અધ્યાપકો-કર્મીઓ કોલેજ બહાર ક્યાં જાય છે? મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધાશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મ.સ.યુનિવર્સિટીના કર્મચારીઓ માટે સત્તાધીશોનો નવો ફતવો
  • પૂર્વે અધ્યાપકોને સવારે 10થી સાંજે 6 હાજર રહેવાનો આદેશ આપ્યો હતો

એમ.એસ.યુનિ.ના કર્મચારીઓ માટે નવો આદેશ જારી કરાયો છે. કર્મચારીઓ કોઇ કામ અર્થે બહાર જાય તો તેમણે મુવમેન્ટ રજીસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે. અધ્યાપકોને સવારે 10થી સાંજે 6 સુધી હાજર રહેવાનો આદેશ પહેલા જ કરવામાં આવ્યો હતો. જેને પગલે વિવાદ થયો હતો. ત્યારે ફરી વિવાદના એંધાણ વર્તાઇ રહ્યા છે. સત્તાધીશો અધ્યાપકો-કર્મીઓ માટે નવા નવા આદેશો કરી રહ્યાં છે. જેથી અધ્યાપકો અને કર્મચારીઓમાં રોષ છે. કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી પહેલેથી જ ઓવર લોડેડ કર્મચારીઓ નવા આદેશોના પગલે આગામી સમયમાં નવું આંદોલન શરૂ કરે તેવી સ્થિતી છે.

ફરજીયાત 8 કલાક હાજર રહેવાના આદેશ બાદ હવે મુવમેન્ટ રજિસ્ટરને મેઇન્ટેન કરવાનું રહેશે. કર્મચારીઓ તેમના ફરજ સમયે કોઇ કામે જાય તે લખવું પડશે. બેન્કમાં જાય કે ફેકલ્ટીના અન્ય કામ અર્થે જાય તેનું મુવમેન્ટ રજીસ્ટર મેઇન્ટેન કરવું પડશે. અધ્યાપકો સહિત બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ તેમની મુવમેન્ટ કયાં છે તેની નોંધ કરવી પડશે.

મુવમેન્ટ રજીસ્ટર માટે દરેક ફેકલ્ટીના ડીન તથા કોલેજના પ્રીન્સીપાલ, હેડને પરિપત્ર થકી સૂચનાઓ અપાઇ છે. રજિસ્ટરમાં કર્મચારીનું નામ, હોદ્દો, ટાઇમ આઉટ, ટાઇમ ઇન, કર્મચારીની સહી, સેકશન હેડની સહી અને રીમાર્ક્સ લખવાની રહેશે. નવા આદેશના પગલે કર્મચારીઓમાં છૂપો રોષ છે. મુવમેન્ટ રજિસ્ટરના મુદ્દે યુનિવર્સિટીમાં વિવાદ છંછેડાય તેવી પૂરે પૂરી શકયતાઓ છે.

કોમર્સ ફેકલ્ટીમાં ફરજના 8 કલાક સુધી હાજર રહેવાનો વિવાદ હજુ શમ્યો નથી
અધ્યાપકોએ સવારે 10થી 6 વાગ્યા સુધી ફેકલ્ટીમાં હાજર રહેવું જોઇએ તેવો આદેશ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો. જેના પગલે ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં ભારે વિવાદ થયો હતો. શૈક્ષીક સંઘના કાર્યક્રમમાં તો વીસી અધવચ્ચેથી જતા રહ્યા હતા.

ચા પીવા જશે તો પણ નોંધ કરવી પડશે
વિવિધ ફેકલ્ટીઓના કર્મચારીઓ ઘણી વાર યુનિ.ની બહાર ચા પીવા માટે જતા હોય છે. બ્રેકના સમયે ચા પીવા જતા કર્મચારીઓને પણ કયા સમયે બહાર ગયા અને આવ્યા તેની નોંધ કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. પોતાની ફેકલ્ટીની બિલ્ડિંગ છોડીને અન્ય ફેકલ્ટીમાં કામ અર્થે જાય અથવા તો હેડ ઓફીસ ખાતે જાય તેવા સંજોગોમાં પણ કયા ગયા છે અને કયા કામ માટે ગયા છે તેની નોંધ લખવી પડશે. હેડ ઓફીસ ખાતે મીટીંગમાં જતા અધ્યાપકો તથા ડીને પણ માહિતી આપવી પડશે. યુનિવર્સિટીમાં પહેલી વાર આ પ્રકારે મુવમેન્ટ રજિસ્ટર બનાવવામાં આવ્યું છે. જેના પગલે કર્મચારીઓમાં અત્યારથી જ કચવાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...