ભાસ્કર વિશેષ:‘ભારત સીરિઝની સુવિધા વડોદરામાં કયારે શરૂ કરાશે?’ RTO કચેરીમાં રોજ 10 નોકરિયાતની ઇન્કવાયરી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલગ સીરિઝમાં જ રજિસ્ટ્રેશન થતાં ટ્રાન્સફરેબલ કર્મચારીને વારંવાર ટેક્સ ભરવાથી મુક્તિ

દેશમાં ટ્રાન્સફરેબલ જોબ પર આવતા કર્મચારીઓ માટે વારંવાર ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવા માટે દેશની એક જ સિરીઝમાં રજિસ્ટ્રેશન કરવાની શરૂઆત થઈ છે ગોવાના પણજી આરટીઓ દ્વારા ફોરવીલર ને ભારત સિરીઝમાં નંબર આપવાનું શરૂ કરાયું છે જોકે ગુજરાતમાં હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વડોદરા આરટીઓ દ્વારા રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. હાલમાં અારટીઅોમાં રોજ 10 જેટલી ઇન્કવાયરી અા સિરિઝને લગતી અાવી રહી છે. હાલમાં ટ્રાન્સફરેબલ જોબવાળાના બહારના વાહનોની સંખ્યા 5 હજારથી વધુ હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

જેમની એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં બદલી થતી હોય તેવા માટે તેમનું વાહન બદલી સમય અન્ય રાજ્યમાં લઈ જવામાં આવે તો જે તે રાજ્યમાં ફરી ટેક્સ ભરવો પડે છે.આ ઝંઝટમાંથી મુક્તિ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા’બી.એચ.’ સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં 10 લાખ સુધીના વાહનો માટે 8 ટકા અને 10 લાખથી 20 લાખ સુધીના વાહનો માટે 10 ટકા તેમજ 20 લાખથી ઉપરના વાહનો માટે 12 ટકા જેટલો ટેક્સ ભરવો પડશે.

ઓનલાઇન સુવિધા ઊભી કરવામાં ગુજરાત ઉદાસીન
શહેરના ડીલરો દ્વારા આરટીઓને ભારત સિરીઝ શરૂઆત કરવાની પૂછપરછ કરવામાં આવી રહી છે ફોર વ્હીલર શોરૂમ સંચાલકો દ્વારા જણાવ્યા મુજબ રોજના દસથી પંદર જેટલા લોકો આ અંગે પૂછપરછ કરે છે પરંતુ હજી સુધી શરૂઆત ક્યારે થશે તે સરકાર દ્વારા જણાવાયું નથી ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આરટીઓની તમામ કામગીરી ઓનલાઇન કરવા માટેની જાહેરાત કરી છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ કામગીરીમાં પણ ધીમી ગતિએ કામ થતું હોવાનું ચર્ચાની એરણે છે

ડીલરોને મંજૂરી અપાઇ નથી, દસ દિવસ લાગશે
ભારત સીરીઝ વાહન સોફ્ટવેર માં દેખાય છે પરંતુ વડોદરા આરટીઓ ડીલરોને મંજૂરી આપવામાં આવી નથી ડીલરો દ્વારા પૂછપરછ કરાતાં અને રાજ્ય સરકારને જાણ કરી છે કદાચ દસ દિવસમાં મંજૂરી આપવામાં આવી શકે. - એ. એ. પઠાણ ઇન્ચાર્જ આરટીઓ

અન્ય સમાચારો પણ છે...