નિર્લજ્જતા:ફટાકડા ફોડવાનું ના કહેતાં યુવકોએ મહિલાઓને વાળી પકડી માર માર્યો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડેસર તાલુકામાં વિસર્જન યાત્રામાં બનેલો બનાવ
  • અભયમે સ્થળ પર પહોંચી ઘટના અંગે પોલીસને જાણ કરી

ડેસર તાલુકામાં વિસર્જન દરમિયાન ફટાકડા ફોડવા બાબતે મહિલા અને યુવકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેને પગલે મહિલાએ અભયમને ઘટના સ્થળે બોલાવતાં ટીમે બનાવ અંગે ડેસર પોલીસમાં જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ગુરુવારે ગણપતિ વિસર્જન હોવાને કારણે ડેસર તાલુકામાં પણ વિસર્જનયાત્રા નીકળી હતી. જેમાં મહિલાઓ ગરબા રમી રહી હતી ત્યારે પુરુષો ત્યાં ફટાકડા ફોડવા લાગ્યા હતા. મહિલાઓએ ફટાકડા ફોડવાની ના પાડી હતી, જેના કારણે ઝપાઝપી થઈ હતી. જેથી એક મહિલાઓ અભયમને ફોન કરીને બોલાવી હતી.

અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચીને મહિલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 2 વર્ષથી ગામમાં ચૂંટણીના કારણે 2 પક્ષ પડી ગયા છે. વિરોધી પક્ષના ગણપતિની મૂર્તિ પણ વિસર્જન માટે જઈ જવાતી હતી ત્યારે અમે ગરબા રમતાં હતાં.

દરમિયાન વિરોધી પક્ષના કેટલાક વ્યક્તિઓએ મહિલાઓ ગરબા રમતી હતી ત્યાં ફટાકડા ફોડ્યા હતા. તેથી મહિલાએ ત્યાં ફટાકડા ફોડવાની ના પાડતાં સામે પક્ષના યુવકો નશામાં હતા અને ઝઘડો કર્યો હતો. તેમણે મહિલાના વાળ પકડીને મારપીટ કરી હતી તેમજ અન્ય 2 મહિલાઓ સાથે પણ મારપીટ કરી હતી. તેથી તાત્કાલિક મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

અભયમ દ્વારા મામલો થાળે પાડી સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વાતાવરણ તંગ હોવાથી અને મહિલાઓએ પોલીસ કાર્યવાહી અને રક્ષણની માગણી કરતાં ડેસર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...