• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • When The Villagers Asked For A Water Tanker In Kalol, The Husband Of Derol's Sarpanch Said, 'I Am Sending 2 Bottles Of Water, Let The Day Go By'

સરપંચ પતિની ઓડિયો ક્લિપ વાઇરલ:કાલોલમાં ગ્રામજને પાણીનું ટેન્કર માગ્યું તો ડેરોલના સરપંચના પતિ બોલ્યા, ‘2 બોટલ પાણી મોકલું છું, દિવસ કાઢી નાખજે’

વડોદરાએક મહિનો પહેલા
  • વડાપ્રધાન મોદીની સૂચનાની ઐસીતૈસી, ડેરોલમાં સરપંચ મહિલા, પણ વહીવટ પતિનો
  • પશુ વેચી દો અને એના પૈસાથી બોર બનાવી દઈએનું જણાવતો ઓડિયો વાઇરલ થયો

તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટાયેલી મહિલાઓને પંચાયતનો વહીવટી પતિને નહીં, પણ જાતે જ કરવાની શિખામણ આપી હતી, ત્યારે વડા પ્રધાનનાં સૂચનો અનાદર કરતો કિસ્સો કાલોલ તાલુકાના ડેરોલ ગામે જોવા મળ્યો હતો. કાલોલના ડેરોલ ગામમાં યોજાયેલી ચૂંટણીમાં કલ્પનાબેન રાજેન્દ્રભાઇ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા હોવા છતાં તેમનો પતિ પંચાયત ચલાવે છે અને સરપંચ પતિએ કામોમાં ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરતી રજૂઆત ગ્રામજનોએ કાલોલ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી.

ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
ડેરોલ ગામે મોટર બળી જવાથી તેમજ વીજપુરવઠો ન આવતાં ગામમાં પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેથી ડેરોલ ગામના એક વ્યક્તિએ સરપંચ પતિ રાજેન્દ્રભાઇ પટેલ ફોન કરીને નવી નગરીમાં એક પાણીનું ટેન્કર મોકલી આપવાની માંગણી કરી તો સરપંચ પતિએ તું એકલો રહુ છું તો હું તને બે બોટલ પાણી ભરેલા મોકલી આપી છું. તેનાથી આખો દિવસ કાઢી નાખજે તેમ કહ્યું હતું તેમજ ગ્રામજને ભેંસ શું કરશે ? તેમ કહેતા સરપંચ પતિએ ભેંસો વેચી દે તેના પૈસાથી બોર કરી દઇએ તેમ કહેતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

ગામનો વહીવટી સરપંચનો પતિ કરતો હોવાથી ગ્રામજનોમાં રોષ
વાઇરલ ઓડિયોમાં સરપંચના પતિ કહે છે કે, એક ટેન્કર જોઇતું હોય તો એક હજાર રૂપિયા આપી દો, કાલોલવાળાનું ટેન્કર મોકલી આપીશ એવો ઓડિયો વાઇરલ થયો હતો. જ્યારે ગામનો વહીવટી સરપંચનો પતિ કરતો હોવાની ગ્રામજનોએ લેખીતમાં રજુઆત તાલુકા વિકાસ અધિકારીને કરી હોવા છતાં કાલોલ ટીડીઓ કોઇ કાર્યવાહી નહીં કરી નથી.

ચૂંટણી હારી ગયેલા ખોટી રજૂઆતો કરે છે
મહિલા સરપંચના પતિ રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડેરોલ ગામમાં મારી ધરવાળી સરપંચ છે. ચૂંટણી હારી ગયેલા ખોટી રજૂઆતો કરે છે. ઓડિયોમાં જે ટેન્કરની માંગણી કરે તે વારંવાર ફોન કરીને હેરાન કરતાં ખાલી જ પાણીના બોટલ વિશે કહ્યું હતું. ગામના પેટા ફળિયામાં મોટર બળી જવાથી અને વીજ પ્રવાહ પુરતો ન આવતાં પાણીનો સપ્લાય ચાર 5 દિવસ સુધી થઇ શકયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...