તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉનાળો પૂરો થયો ત્યારે પાલિકા મોટર મૂકી પાણી ખેંચનારને શોધી દંડ કરશે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરતા પ્રેશરથી પાણી ન આપી શકતી પાલિકા હવે ટીમો બનાવી ચોરી અટકાવશે
  • કોઈ નાગરિક મોટરથી પાણી ચોરી કરશે તો એક હજાર રૂપિયાનો દંડ ફટકારાશે

ઉનાળાની ગરમી પૂરી થતાં સરકારી ચોપડે સત્તાવાર રીતે ચોમાસુ શરૂ થઇ ગયુ છે ત્યારે પાલિકા દરેક વોર્ડમાં ટીમ બનાવીને મોટર થી પાણી ખેચતા લોકો સામે દંડ સહિતની કાર્યવાહી કરવા ટીમો બનાવવાની દિશામાં કવાયત શરૂ કરી છે.જેમાં જે કોઈ નાગરિક મોટર થી પાણી ચોરી કરશે તો તેને એક હજાર રૂપિયાનો દંડ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.શહેર માં હાલ રોજ 550 એમ એલ ડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા શહેરીજનો માટે પૂરતા પ્રમાણમાં પાણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ તેની વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાના કારણે નાગરિકોને અપૂરતા પ્રેશરથી અને ઓછું પાણી મળી રહ્યું છે.

આ સંજોગોમાં, પાણીની જરૂરિયાત મુજબ કરકસરયુક્ત ઉપયોગ કરવો, પાણી મેળવવા નો ઉપયોગ ફરજિયાત કરવો, નળ તથા પાઇપલાઇન લીકેજ હોય તો તાત્કાલિક ધોરણે રિપેર કરાવો અને જો રોડ પર મોટી લાઇનમાં લીકેજ જણાય તો તાત્કાલિક નજીકની વોર્ડ કચેરીને જાણ કરવી તેવી સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને શહેરીજનો ઘરમાં બ્રશ કરતી વખતે કપડા કે વાસણ ધોવા ની કામગીરી ચાલુ નળે ન કરીને બિનજરૂરી પાણીનો વ્યય થતો અટકાવવો તેવી પણ સલાહ આપવામાં આવી છે. વધુમાં નળના પાણીનો જરૂરી સંગ્રહ કર્યા બાદ જ ઉપયોગ કરવો અને વાહન ધોવા માટે કે બગીચામાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવો તેવી પણ સલાહ અપાઈ છે.

પાલિકાએ નાગરિકોને વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા તેમજ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે કામગીરી કરી જળ સંરક્ષણ કરવાની સલાહ આપી છે અને પાણીનો શક્ય એટલો ફરી રિયુઝ થાય અને પાણીનો બગાડ ન થાય તેવા ઉપકરણ લગાવવાની પણ સૂચના અપાઈ છે.જોકે, બીજી તરફ મોટર મુકી પાણી ખેચતા નાગરિકોને ત્યાં ચેકિંગ કરાશે તેવો સંકેત આપી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચાલુ પાણીના નળમાં સીધું મોટર થી પાણી ખેંચવા એ ગુનો છે અને જો કોઈ અનઅધિકૃત રીતે પાણીનો ઉપયોગ કરતો મળી આવશે તો મોટર જપ્ત કરી એક હજાર રૂપિયાનો દંડ કરાશે.

એટલું જ નહીં, પાણીનો બગાડ કરતા લોકો પાસેથી 300 રૂ.નો દંડ લેવા ના આદેશનો અમલ કરવાની પણ સૂચના પણ જારી કરાઈ છે. ઉનાળાની સિઝન પુરી થઈ ગઈ છે ત્યારે પાલિકાએ પાણી ચોરી અટકાવવાની ઝુંબેશ શરૂ કરતા વિવાદ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...