• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • When The Salary Of The GNFC Officer Came To Zero, It Was Learned That The Driver Bought 3 Cars Out Of The Documents Given To Buy Echo

ભાસ્કર વિશેષ:GNFCના ઓફિસરનો પગાર શૂન્ય આવતાં જાણ થઇ કે ઇકો ખરીદવા જે દસ્તાવેજ આપ્યા તેમાંથી ડ્રાઇવરે 3 કાર ખરીદી લીધી

વડોદરાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇકો કાર ખરીદ્યા પછી જાણ બહાર સ્વિફ્ટ ડિઝાયર, ક્રેટા અને 2 ક્રેડિટ કાર્ડ લીધાં

વાઘોડિયા રોડ પર રહેતા અને ભરૂચ GNFCમાં જોબ કરતા ઓફિસરને ભોળવી કાર ચાલકે 45 લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઇ છે. નોકરી માટે રોજ ભરૂચ ઇકો કારમાં લઇ જતા ભેજાબાજ ડ્રાઈવર મિનેશ પટેલે વાતોમાં ભોળવી શૈલેષ સોની પાસેથી જોબ અંગેના ડોક્યૂમેન્ટ સેલેરી સ્લિપ, આધારકાર્ડ, બેંક ખાતાની વિગત સહિતના ઓરિજિનલ કાગળો લોન લેવાને બહાને લઇ ચીટિંગ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

રોજ અપ-ડાઉન માટે શૈલેષભાઈને ઇકો કારમાં લઇને જતા મિનેશે ઇકો કાર વસાવી લો, હું ચલાવીને દર મહિને કમાઈને મોટી રકમ આપીશ એમ જણાવી નોકરીના ડોક્યુમેન્ટ લઇ શૈલેષભાઈના નામે પ્રથમ ઇકો કાર લીધી હતી. એના હપ્તા સીધા સેલરી એકાઉન્ટમાંથી કપાતા હતા. ત્યાર બાદ મિનેશે એ જ ડોક્યુમેન્ટ ના આધારે સ્વિફ્ટ ડિઝાયર કાર ખરીદી હતી. એના પણ હપ્તા શરૂ થતાં શૈલેષ ભાઈએ ત્રિશા એનકલેવ ભાયલીમાં રહેતા કાર ચાલક મિનેશને પૂછતા ગલ્લા તલ્લા કરી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં મુકવા લીધી છે અને મહિને મોટી રકમ આવશે એમ જણાવ્યું હતું.

ભેજાબાજ મિનેશે શૈલેષભાઈને કહ્યા વિના 17 લાખ રૂપિયાની ક્રેટા કાર તેમના નામે લીધી હતી. બીજા જ દિવસે પોતાનો નંબર એપ્લીકેશનમાં લખી બે ક્રેડિટ કાર્ડ પણ લીધા હતા અને મોટી મોટી ખરીદી પણ કરી લીધી હતી. બીમારીના બહાને લાંબા સમય સુધી ઇકો કાર લઇને નહિ આવતા મિનેશના કરતૂતોની જાણ એક મહિના પછી શૈલેષભાઈને થઈ હતી. ફોન ઉપર ગલ્લા તલ્લાં કરતા મિનેશ સામે કાર્યવાહી માટે બાપોદ પોલીસ મથકે ફરિયાદ આપી ડીસીપીને પણ રજૂઆત કરી હતી.

એક સાથે 3 કારના હપ્તા કપાવા માંડ્યા
જીએનએફસીમાં જોબ કરતા શૈલેષ ભાઈનો પગાર અડધો લાખ ઉપરાંત હતો. જે બેંક ખાતામાં જમા થતો હતો. એક ઇકો કારના હપ્તા કપાતા હતા. બાદમાં સ્વિફ્ટ ડીઝાયર અને ક્રેટાના પણ હપ્તા પગારમાંથી કપાઈ જતા મહિને થતો પગાર શૂન્ય આવતા મીનેશે કરેલી છેતરપીંડીની જાણ શૈલેષભાઈને થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...