આપઘાત:માતાએ વાંચવા અંગેે ઠપકો આપતાં ધો-12ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂરક પરીક્ષા આપવાની હતી, સાંજે વાંચવા ન બેઠી અને માતાએ ટોકી

શહેરના ડભોઇ રોડ પર સોમા તલાવ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીને માતાએ વાંચવા બાબતે ઠપકો આપતાં તેણીએ મકાનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા અંતર્ગત પેપર આપવાનું હતું. બનાવ સંદર્ભે પાણીગેટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના ડભોઇ રોડ પર સોમા તલાવ વિસ્તારમાં પેટ્રોલપંપ પાસે આવેલા ટેનામેન્ટમાં રહેતા પરિવારની 17 વર્ષની પુત્રી ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા છે. સોમવારે સાંજે પુત્રી વાંચવા ન બેસતાં તેની માતાએ ઠપકો આપ્યો હતો. માતાની ઠપકાથી પુત્રીને લાગી આવ્યું હતું. મોડી રાતે પિતા બહાર ગયા હતા અને માતા પણ કામમાં હતાં તે સમયે પુત્રીએ ફાંસો ખાધો હતો. માતા રૂમમાં જતાં પુત્રીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.

સારણગાંઠ હોવાનું જાણી ટેન્શનમાં આવી ગયેલા આધેડે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી
માંજલપુર દરબાર ચોકડી નજીક આવેલા સાંઈનાથનગરમાં રહેતા 49 વર્ષના શરદરાવ સંપતરાવ શિંદે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. શરદરાવે મંગળવારે સવારે તેમના મકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. માંજલપુર પોલીસ મથકના સુરેશભાઈના જણાવ્યા અનુસાર શરદરાવે ચેકઅપ કરાવતાં તેઓને સારણગાંઠ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તેઓ સતત ટેન્શનમાં હતા. જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...