તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:યુવતીની સગાઇ બીજે નક્કી થતાં મિત્રે ફોટો વાયરલ કર્યા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વતનમાં પડોશી હોવાના કારણે બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી
  • ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર યુવક સામે ગુનો નોંધાયો

શહેરમાં રહેતી મુળ બિહારની યુવતીને બિહારના જ પાડોશમાં રહેતા યુવક સાથે મિત્રતા થયા બાદ આ યુવતીની સગાઇ બીજે નક્કી થતાં તેનો મિત્ર ઉશ્કેરાયો હતો અને યુવતીના ફોટા સોશિયલ મિડીયામાં પોસ્ટ કર્યા હતા. તથા યુવતી અને તેના પરિવારને ધમકી પણ આપી હતી. આમ, બિહારમાં રહેતા શખ્સે યુવતીના ફોટોગ્રાફ્સ વાઇરલ કરતાં આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે શંકાના આધારે યુવક સામે સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મુળ બિહારના વૈશાલી જીલ્લાના એક ગામમાં આ યુવતી અને રાહુલ નામનો યુવક પાડોશમાં રહેતા હતા અને બંને જણા મિત્ર બન્યા હતા. બંનેની મિત્રતા નિકટ થતાં ફોટાઓની આપ લે થઇ હતી. ત્યારબાદ યુવતી અને તેનો પરિવાર વડોદરામાં શિફ્ટ થયો હતો અને .યુવતીની સગાઇ અન્ય યુવક સાથે નક્કી કરાઇ હતી.

આ વાતની જાણ વૈશાલી જીલ્લામાં રહેતા યુવતીના મિત્રને થતાં તે ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલા યુવતીના ફોટાને યુવતીની જાણ બહાર સોશિયલ મિડીયામાં પોસ્ટ કર્યા હતા અને આ બાબત યુવકને ગમી ન હતી. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે યુવકની સામે શંકાના આધારે તપાસ શરુ કરી હતી અને બનાવમાં સંડોવાયેલા આરોપીની તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...