વડોદરા કબડ્ડી પ્લેયર આપઘાત કેસ:પિતાએ હૈયાવરાળ ઠાલવતા કહ્યુ, ‘દીકરી સગીર થાય એટલે માતા-પિતા મિત્ર તરીકે વર્તે,જેથી મારા જેવી પીડા કોઇએ ભોગવવી ન પડે’

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની તસવીર - Divya Bhaskar
દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની તસવીર
  • મિત્રોએ દારૂ પીવડાવી દુષ્કર્મ કરતાં આપઘાત કરનાર યુવતીના પિતાએ કાઉન્સેલિંગમાં વેદના ઠાલવી
  • પુત્રી સાથેની ઘટનાથી તૂટી ગયેલા પિતાએ કહ્યું, મારી દીકરીની હાલત ખરાબ થઈ હતી, તેના પર અમાનુષી અત્યાચાર કરાયો હતો, તેને ન્યાય અપાવજો
  • પોલીસને વિનંતી, બંને નરાધમોને કડક સજા થવી જોઇએ

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ આત્મહત્યાના બનાવમાં પોલીસે એક તરફ તપાસ શરુ કરી દીધી છે ત્યારે યુવતીના પિતાએ કાઉન્સેલિંગ દરમિયાન હૈયારવરાળ ઠાલવી હતી કે કોઇ મા બાપને મારા જેવી વેદના ના થવી જોઇએ.મારી દીકરી પર અમાનુષી અત્યાચાર ગુજારનાર બંને નરાધમોને કડક સજા થવી જોઇએ. પોતાની પુત્રી સગીર થાય ત્યારથી જ દરેક મા બાપે તેની સાથે મિત્રની જેમ વર્તવું જોઇએ તેવી લાગણી પણ તેમણે પ્રગટ કરી હતી. લક્ષ્મીપુરાની 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ થયા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેના મિત્રો દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી.

યુવતીના પિતાનું કાઉન્સેલિંગ કરાવવું પડ્યું
બીજી તરફ યુવતીના પિતા તથા મિત્રોની પણ પોલીસે પુછપરછ શરુ કરી હતી જેમાં તેના મિત્રો અને પિતાનું કાઉન્સેલિંગ પણ કરાવાયુ હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીના પિતા લાગણીશીલ બની ગયા હતા અને જણાવ્યું હતું કે તેમની પુત્રીને તેમની સાથે રહેવું ફાવતું ના હોવાથી તે અલગ રહેવા જતી રહી હતી. પિતા કહે તે તેને ગમતું ના હોવાથી બંને વચ્ચે મતભેદ થયા હતા પણ ત્યારબાદ જે ઘટના બની તેનાથી તે તુટી ગયા હતા.

તેમણે કાઉન્સેલિંગમાં લાગણી પ્રગટ કરી હતી કે મને જે વેદના થઇ રહી છે તે કોઇ મા-બાપને સહન ન કરવી પડે. પોતાની પુત્રી સગીર થાય ત્યારથી જ દરેક મા-બાપે તેની સાથે મિત્રની જેમ રહેવું જોઇએ, જેથી પુત્રી દરેક વાત પોતાનાં મા- બાપને કહી શકે. તેમણે કાઉન્સેલિંગ દરમિયાન તેમની પુત્રીને ન્યાય મળે તેવી પોલીસ સમક્ષ વિનંતી પણ કરી હતી. મારી દીકરીની હાલત ખુબ જ ખરાબ થઇ હતી અને તેની પર અમાનુષી અત્યાચાર કરાયો હતો. તેની બહેનપણીનું પણ કાઉન્સેલિંગ કરાયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે, ઘટના બની તે સમયે તે ત્યાં હાજર ન હતી.

છેલ્લે બોયફ્રેન્ડ સાથે કરેલી વાતચીતના અંશો

સુમન્તો: વાપીસ તુને ફોન કીયા

યુવતી: મેરે સાથ બહોત ગંદા હુઆ, લેકિન તું ફિર સબ કો સુનાયેંગા, રેકોર્ડિંગ કરેગા

સુમન્તો: નહીં બસ મેરી મમ્મીકી કસમ, નહી બતાઉંગા બસ, મુજે બતા ક્યા કીયા તેરે સાથ, મૈં ઇતના ગીરા હુઆ ઇન્સાન નહીં હૂં

યુવતી: બહોત જોર સે હાથ મરોડા ઓફ ફિર કી જબરદસ્તી ફિર .............. મુજે પેઇન અભી ભી હો રહા હે

સુમન્તો: ફિર ક્યા હુઆ

યુવતી: ફિર રેપ કિયા, મેરી પરમીશન કે બગેર કિસીને છુઆ

સુમન્તો: તુને પરમિશન દી થી

યુવતી: મૈં નશે મેં થી, મુજે પતા નહીં મુઝે ક્યા હો ગયા થા, દર્દ હો રહા હે, બહોત મુઝે માલૂમ નહીં થા

યુવતી: તુ 10 પરસેન્ટ મેં આતા હે...

સુમન્તો: દર્દ હો રહા હૈ. ઠીક હો જાયેગા

યુવતી: મેરે બહોત સારે સપને અભી ભી હે, મુજે મમ્મી કી જગહ જાના હે, ઔર મેરે પાપા...

યુવતી સાથે બર્બરતા થઇ
પિડીત યુવતી સાથે બર્બરતા કરાઇ તેની સામે મારો આક્રોશ છે. દરેક પુત્રીના મા બાપે પુત્રીઓનું ધ્યાન રાખવું જરુરી છે. તમારા ઘરનું વાતાવરણ એવું ઉભુ કરો કે પુત્રી તેની દરેક વાત મા બાપને કરે.ઘરનું વાતાવરણ તંગ રહે તો સંતાનો પર અસર પડે છે. -શોભનાબેન રાવલ, ચેરમેન, ગુજરાત મહિલા સુરક્ષા સમિતી

આજે બંનેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે
ગોરવા પોલીસે બંને આરોપી દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાનો કોવિડ ટેસ્ટ કરાવતાં બંનેનો રિપોર્ટ નેગેટીવ આવતાં શનિવારે બપોરે વિધીવત રીતે બંને આરોપીની ધરપકડ કરાઇ હતી . બંનેને રવિવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરો. બીજી તરફ ં પોલીસે આખો દિવસ 10 સાહેદોના વિગતવાર નિવેદન લીધા હતા જયારે 25થી વધુ લોકોની બનાવ સંદર્ભે પુછપરછ કરાઇ હતી.પોલીસે પંચનામા પણ કર્યા હતા.

યુવતીના નોકરી સ્થળેથી પોલીસે પુરાવા એકત્ર કર્યા
પોલીસે યુવતીની છાણીમાં આવેલી કોઝવેન્ટ ઇસર્વિસ પ્રા.લી નામની કંપનીમાં પણ જઇને કેટલાક પુરાવા એકત્ર કરી ઉપસ્થિત લોકોની ઉંડી પુછપરછ કરી હતી. પોલીસે યુવતી સાથે અને બંને આરોપી સાથે કામ કરનારા કર્મચારીઓની પુછપરછ કરવાની તજવીજ કરી હતી.

આવતીકાલે યુવતીના અંતિમ સંસ્કાર કરાશે
સુત્રોએ જણાવ્યું હતું કે યુવતીના મામા અમેરીકા રહેતા હોવાથી તેમને આ બનાવની જાણ કરવામાં આવી છે અને તેઓ વડોદરા આવી રહ્યા છે તેવો સંદેશો મળ્યો છે જેથી યુવતીના અંતિમ સંસ્કાર સોમવારે તેના મામા આવે ત્યાર પછી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...