તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના કારેલીબાગ વિસ્તારમાં વીઆઇપી રોડ પર નર્સરી પાસે મિનિ બસની ટક્કર વાગતા વાહન ચાલક આધેડ રોડ પર પટકાયા હતા. અને બસના ટાયર નીચે કચડાઈ જતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ નજીક વીઆઈપી રોડથી અમિતનગર બાજુ જતા રોડ પરથી પસાર થઈ રહેલા બાઇકચાલકને મીની બસે પાછળથી ટક્કર મારી હતી. બનાવમાં બાઇક ચાલક આધેડ રોડ પર પટકાયા હતા.
જોકે પાછળથી ઝડપથી આવી રહેલી મિનિ બસે ટકકર માર્યા બાદ તેના ટાયર રોડ પર પટકાયેલા આધેડ પર ફરી વળ્યાં હતા. આ બનાવમાં આધેડનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સર્કલ પર હાજર પોલીસ સ્થળ પર દોડી આવી હતી. હરણી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતક વાઘોડિયા રોડ પરની હરિઓમ સોસાયટીમાં રહેતા 45 વર્ષના જીતેન્દ્ર પટેલ હોવાનું સામે આવ્યું છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સાંજે તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા.જોકે ત્યાં સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર મિનિ બસ, એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. એક તરફનો રોડ ચાલુ હોવાથી બે દિવસમાં આ બીજો અકસ્માત છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.