લોકડાઉન ઈફેક્ટ:બે લોકડાઉન વચ્ચે શું બદલાયું ?

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 17 મે : 691 પોઝિટિવ, 87 ક્લસ્ટર 30 મે : 1023 પોઝિટિવ,137 ક્લસ્ટર
  • 14 દિવસમાં કોરોનાના કેસમાં 332નો વધારો,10 વધુ મોત નોંધાયાં, લોકડાઉન 4માં રેડ ઝોનમાં 212 લોકોનો જ વધારો

લોકડાઉન 4નો કાર્યકાળ પૂરો થયો છે અને સરકારે નવી ગાઈડલાઈન પણ જારી કરી છે. સદનસીબે વડોદરાને અન્ય 13 શહેરની જેમ કડકાઈમાંથી મુક્તિ મળી છે.લોકડાઉન 4માં પોઝિટિવની સંખ્યામાં 332નો તેમજ મોતમાં 10નો વધારો થયો છે. 17 મેના રોજ વડોદરામાં પોઝિટિવ 691 દર્દી હતા અને 87 કલસ્ટર કન્ટેઇનમેન્ટ ઝોનમાં હતા, જ્યારે 30 મેના રોજ કોરોનાગ્રસ્ત દર્દીનો આંકડો 1 હજારને પાર કરી 1023 પર પહોચી ગયો છે.

તેવી જ રીતે નવા વિસ્તારના ઉમેરાના કારણે કલસ્ટર એરિયાની સંખ્યા 137 પર થઈ છે. આ વિસ્તારોમાં 14 દિવસમાં લોકડાઉનમાં રહેતી જનસંખ્યામાં માત્ર 212નો જ વધારો થયો છે. 17 મે સુધીમાં 52010 લોકો રેડ ઝોનમાં હતા અને 30 મેના રોજ આ આંકડો 52,222 પર આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...