તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા માટે બદલાવ:પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ગોરખપુર ટ્રેનના ટાઇમ ટેબલમાં પહેલી જુલાઈથી ફેરફાર કરાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને લઇને અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેન નં-09089/09090 પહેલી જુલાઇથી અમદાવાદ-ગોરખપુર વિશેષ ટ્રેનના ટાઇમ ટેબલમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન અમદાવાદથી સુરત થઈને દોડાવવામાં આવી રહી છે.

પહેલી જુલાઇથી અમદાવાદથી ગોરખપુરની સ્પેશિયલ ટ્રેનના ટાઇમ ટેબલમાં બદલાવ 
મંડળ રેલવે પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, ટ્રેન નં-09089 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન પહેલી જુલાઈથી દરરોજ રાત્રે 10:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 8:00 કલાકે ગોરખપુર પહોંચશે. પરત આવવા માટે ટ્રેન નં- 09090 ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ગોરખપુરથી દરરોજ સવારે 10:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6:35 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ વિશેષ ટ્રેનના બદલાયેલા સમય મુજબ બંને દિશામાં વડોદરા, સુરત, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, પ્રયાગરાજ છીવકી અને વારાણસી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને સામાન્ય શ્રેણી (રિઝર્વ) કોચ હશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો