તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીજીની મૂર્તિની તાલીમ:વડોદરાના મૂર્તિકાર 40 બાળકો-યુવાનોને ગણપતિની મૂર્તિ બનાવતા શિખવે છે, કહ્યું: 'કોરોના મહામારીમાં મૂર્તિકારોની હાલત કફોડી બની ગઇ'

વડોદરા3 મહિનો પહેલા
  • મૂર્તિ બનાવવા માટે બાળકો અને યુવાનોને માટીના પ્રકારથી લઇને મૂર્તિ બનાવવા સુધીની તમામ તાલીમ આપે છે

ઉત્સવપ્રિય સંસ્કારનગરી વડોદરામાં ગણેશ મહોત્સવનું આગવું આકર્ષણ હોય છે. વડોદરા શહેરના જાણીતા મૂર્તિકાર આશિષભાઇ સાંઢે છેલ્લા 10 વર્ષથી 5 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમરના બાળકો અને યુવાનોને ગણેશજીની મૂર્તિઓ બનાવવાની નિઃશુલ્ક તાલીમ આપી રહ્યા છે. હાલમાં તેઓ 40 બાળકો અને યુવાનોને મૂર્તિકાર બનાવી રહ્યા છે.

હું ગણપતિની મૂર્તિ બનાવવાની તાલીમ બાળકો અને યુવાનોને આપુ છું
વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગણપતિની મૂર્તિઓ બનાવવાનું વર્કશોપ ધરાવતા મૂર્તિકાર આશિષભાઇ સાંઢેએ જણાવ્યું હતું કે મારા ગુરુ મારા કાકા જાણીતા મૂર્તિકાર સાંઢે કાકા છે. જે રીતે મને મારા કાકાએ ગણપતિની મૂર્તિ બનાવવાની તાલીમ આપીને મૂર્તિકાર બનાવ્યો. તે જ રીતે હું પણ ગણપતિની મૂર્તિ બનાવવાની તાલીમ બાળકો અને યુવાનોને આપી રહ્યો છું.

મૂર્તિ બનાવવા માટે બાળકો અને યુવાનોને માટીના પ્રકારથી લઇને મૂર્તિ બનાવવા સુધીની તમામ તાલીમ આપે છે
મૂર્તિ બનાવવા માટે બાળકો અને યુવાનોને માટીના પ્રકારથી લઇને મૂર્તિ બનાવવા સુધીની તમામ તાલીમ આપે છે

દરેક બાળકમાં કંઈક નવીન કરવાની શક્તિ હોય છે, જેને બહાર લાવવી જરૂરી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મૂર્તિ બનાવવા માટે બાળકો અને યુવાનોને માટીના પ્રકારથી લઈ મૂર્તિ બનાવવા સુધીની તાલીમ આપું છું. બાળકોને મૂર્તિ બનાવતા જોઇને મને મારું બાળપણ યાદ આવી જાય છે. સામાન્ય રીતે દરેક બાળકમાં કંઈક નવીન કરવાની શક્તિ હોય છે. જેને બહાર લાવવી ખૂબ જ જરૂરી છે.

સામાન્ય રીતે દરેક બાળકમાં કંઈક નવીન કરવાની શક્તિ હોય છે. જેને બહાર લાવવી ખૂબ જ જરૂરી છે
સામાન્ય રીતે દરેક બાળકમાં કંઈક નવીન કરવાની શક્તિ હોય છે. જેને બહાર લાવવી ખૂબ જ જરૂરી છે

કોરોના મહામારીમાં મૂર્તિકારોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું
છેલ્લા 27 વર્ષથી ગણપતિની મૂર્તિઓ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા મૂર્તિકાર આશિષભાઇએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી મૂર્તિકારોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે અને મૂર્તિકારાનો હાલત કફોડી બની ગઇ છે. આવનારા ગણેશોત્સવ માટે હજી સુધી સરકારની કોઇ ગાઇડલાઇન આવી નથી. નાના-મોટા તમામ મૂર્તિકારો હજી મૂંઝવણમાં છે.

શ્રીજીની સ્થાપના કરતા લોકો હવે ઘરમાં જ શ્રીજીનુ વિસર્જન કરતાં હોવાથી માટીની મૂર્તિઓની માગ વધુ કરી રહ્યા છે
શ્રીજીની સ્થાપના કરતા લોકો હવે ઘરમાં જ શ્રીજીનુ વિસર્જન કરતાં હોવાથી માટીની મૂર્તિઓની માગ વધુ કરી રહ્યા છે

ઘરમાં જ વિસર્જન કરતા હોવાથી શ્રીજીની માટીની મૂર્તિઓની માગ વધી રહી છે
તેઓએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં શ્રીજીની સ્થાપના કરતા પરિવારો અને સાર્વજનિક મંડળ દ્વારા હવે નાના કદની મૂર્તિઓ લઈ જઇને સ્થાપના કરતા હોવાથી મૂર્તિકારોને મોટુ નુકસાન જઈ રહ્યું છે. ઉપરાંત શ્રીજીની સ્થાપના કરતા લોકો હવે ઘરમાં જ શ્રીજીનુ વિસર્જન કરતાં હોવાથી માટીની મૂર્તિઓની માગ વધુ કરી રહ્યા છે.

મૂર્તિકાર 40 બાળકો-યુવાનોને ગણપતિની મૂર્તિ બનાવતા શિખવે છે
મૂર્તિકાર 40 બાળકો-યુવાનોને ગણપતિની મૂર્તિ બનાવતા શિખવે છે

મૂર્તિ બનાવતી વખતે અહેસાસ થાય છે કે, બાપા ખુદ તેમનું સ્વરૂપ આપવામાં મદદરૂપ કરે છે
ગણપતિની મૂર્તિ બનાવવાનું શીખવા માટે તાલીમ લઇ રહેલા તેજસ રોહિતે જણાવ્યું હતું કે, હું ઘણા વર્ષોથી મૂર્તિકાર આશિષભાઇની સાથે જોડાયેલો છું. મને મૂર્તિ બનાવવામાં ખૂબ મજા આવે છે. ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવામાં એવો અહેસાસ થાય છે કે, બાપા ખુદ મને તેમનું સ્વરૂપ આપવામાં મદદરૂપ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...