તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:જાણીતા ગઝલકાર ડો.રશીદ મીરનું કોરોના બાદ નિધન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. રશીદ મીર - Divya Bhaskar
ડો. રશીદ મીર
  • કિડનીના ઓપરેશન બાદ સંક્રમિત થયા હતા
  • ગુજરાતી ગઝલ પર PhD કરનાર પહેલા ગુજરાતી હતા

જાણીતા ગુજરાતી ગઝલકાર ડો. રશીદ મીરનું મંગળવારે કોરોનાની સારવાર દરમિયાન નિધન થતા વડોદરાના સાહિત્યજગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેઓ 72 વર્ષના હતા. ગુજરાતી ગઝલ વિષયમાં 1990માં પીએચ.ડી. કરનાર તેઓ પહેલા ગુજરાતી હતા.

ડો.રશીદ મીરનો જન્મ ખેડા જિલ્લાના પડાલ ગામે થયો હતો. શિક્ષણ માટે વડોદરા આવ્યા બાદ એમઇએસ હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. એટલું જ નહીં ધબક નામનું ગઝલનું સામયિક છેલ્લા 30 વર્ષથી ચલાવતા હતા. પ્રેમાનંદ સાહિત્ય સભાના ટ્રસ્ટી ઉપરાંત બુધસભા વડોદરાના સંચાલક હતા.ધ નેશનલ થિયેટર, મુંબઇ દ્વારા ગઝલના યોગદાન માટે શયદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની જાણીતી કૃતિઓમાં અધખુલા દ્વાર, ગઝલનું પરિપ્રેક્ષ્ય, સાત સૂકા પાંદડાનો સમાવેશ થાય છે.

તેમના નજીકના શિષ્યના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 25 દિવસથી કિડનીની બીમારીથી પિડાતા હતા પણ ખાનગી હોસ્પિટલમાં સર્જરી થયા બાદ તબિયત કથળતા એસએસજીમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એસએસજી હોસ્પિટલમાં જ મંગળવારના રોજ સવારે 5.30 વાગ્યે તેમનું નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...