તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:નંદેસરીની પાનોલી કંપનીમાં ઊંચાઈએથી પડી જતાં વેલ્ડરનું મોત

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

નંદેસરીની પાનોલી કંપનીમાં વેલ્ડીંગ કરવા 10 ફૂટ ઊંચે ચડેલા કોન્ટ્રાક્ટ કર્મચારીનો નીચે પડી જવાથી મોત નીપજ્યું હતું. નંદેશરી પોલીસ તપાસમાં મૃતક કર્મચારીએ કોઈપણ સાધન પહેર્યા નહતા. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર નજીક આવેલા નંદેશરી ગામની પંચાયત પાછળ રહેતા ૫૦ વર્ષના સુરેશભાઈ હઠીસિંહ પરમાર નંદેસરી જીઆઇડીસીમાં આવેલી પાનોલી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે.

સોમવારે સવારે તેઓ અન્ય એક યુવક સાથે પાઇપ વેલ્ડીંગ કરવા દસ ફૂટ ઉપર ચડ્યા હતા. તે સમયે તેમનો પગ લપસી જતાં તે નીચે પટકાયા હતા. આ ઘટનામાં તેઓનું માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબોએ સુરેશભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા નંદેસરી પોલીસે કંપની ખાતે દોડી ગઇ હતી. પોલીસની તપાસમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી. જેમાં મૃતક સુરેશભાઈ પરમારે માથા પર હેલ્મેટ તેમજ સેફ્ટીના સાધનો પહેર્યા નહતા. નંદેસરી પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો