તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહલાદક દ્રશ્યો:નર્મદા ડેમમાંથી 45 હજાર ક્યુસેક પાણી છોડાતા ગરુડેશ્વર પાસે વિયર ડેમ ઓવરફ્લો થયો, નર્મદા નદી બે કાંઠે વહેતા પ્રવાસીઓ ઉમટ્યા

વડોદરા3 મહિનો પહેલા
નર્મદા ડેમને આગામી મહત્તમ સપાટીએ ભરવા માટે નર્મદા નિગમ તૈયારી આરંભી દીધી છે
  • નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે

નર્મદા જિલ્લાના ધાર્મિક સ્થાનો અને ઘાટો પર હાલ ગંગા દશહરા પર્વની ઉજવણી થઇ રહી છે. જેથી નર્મદા નદીમાં ન્હાવા માટે હાલ ઉત્તમ સમય માનવામાં આવે છે, ત્યારે નર્મદા બે કાંઠે વહેતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાથે જ વિયર ડેમનો આહલાદક નજારો નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે.

નર્મદા ડેમના રિવરબેડ પાવરહાઉસના 5 ટર્બાઇન હાલ ધમધમી રહ્યા છે
ચોમાસા ઋતુમાં નર્મદા ડેમને આગામી મહત્તમ સપાટીએ ભરવા માટે નર્મદા નિગમ તૈયારી આરંભી દીધી છે. નર્મદા ડેમના રિવરબેડ પાવરહાઉસના 5 ટર્બાઇન હાલ ધમધમી રહ્યા છે અને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા ગરુડેશ્વર પાસે આવેલો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે.

વિયર ડેમનો આહલાદક નજારો નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે
વિયર ડેમનો આહલાદક નજારો નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે

ગંગા દશહરામાં નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ છે
નર્મદા બંધમાંથી પાણી છોડવામાં આવતા આ વિયર ડેમ ઓગસ્ટ કે, સપ્ટેમ્બર માસમાં છલકાતો હોય છે, પરંતુ, હાલ ટર્બાઇનના ડિસ્ચાર્જમાંથી છોડાતું પાણી નર્મદા નદીમાં પડતા હાલ ગરુડેશ્વર પાસે આવેલો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ચાલી રહેલ ગંગા દશહરામાં નર્મદા સ્નાનનું મહત્વ છે, જેથી નર્મદા નદી બે કાંઠે થતાં શ્રદ્ધાળુઓ પણ આનંદિત થયા છે. બીજી બાજુ ગત વર્ષ જે ધોવાણ થયું હતું, ત્યાં હાલ ઘાટ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

નર્મદા નદી બે કાંઠે વહેતા પ્રવાસીઓ ઉમટ્યા હતા
નર્મદા નદી બે કાંઠે વહેતા પ્રવાસીઓ ઉમટ્યા હતા
નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે
નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે
નર્મદા નદી બે કાંઠે થતાં શ્રદ્ધાળુઓ પણ આનંદિત થયા
નર્મદા નદી બે કાંઠે થતાં શ્રદ્ધાળુઓ પણ આનંદિત થયા

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...