લગ્નો અટવાયાં:રાત્રિ કર્ફ્યુથી લગ્નો અટવાયાં, હવે બપોરે યોજવાની દોડધામ,ફેબ્રુઆરી સુધી લગ્નોનાં 1 હજાર બુકિંગ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળી બાદથી ફેબ્રુઆરી સુધી શહેરમાં 1 હજાર જેટલાં લગ્નોનું બુકિંગ થઈ ચૂક્યું છે, જેમાં ઘણાં ખરાં લગ્નો નવેમ્બરમાં થશે. જોકે શહેરમાં શનિવારથી રાત્રી કર્ફ્યુ લદાતાં જે પરિવારોમાં 21 નવેમ્બરે રાત્રીનાં લગ્નો છે તે લોકો અટવાઈ ગયાં છે.જાહેરનામા મુજબ પોલીસની મંજૂરી સાથે લગ્ન યોજી શકાશે, જેમાં 200 લોકો હાજરી આપી શકશે. જેથી જે પરિવારોએ રાત્રીનાં લગ્નો રાખ્યાં છે, તેઓએ સવારે કે બપોરે યોજવા દોડધામ કરવાનો વારો આવ્યો છે. ફરાસખાના એસો.ના પ્રમુખ અનીલ પટેલે જણાવ્યું કે, શહેરમાં 500થી વધુ લગ્નો યોજાવાનાં છે. હવે શું થઈ શકે તે અંગે પણ ઈન્ક્વાયરી આવી રહી છે.

કર્ફ્યુને કારણે એક દિવસ વહેલાં જ લગ્ન કરી દીધાં
વાડી વિસ્તારમાં રહેતા કાસમ કાગદીએ જણાવ્યું હતું કે, મારી બહેનનાં લગ્ન અમદાવાદ ખાતે નક્કી થયાં હતાં. લગ્ન 21 નવેમ્બરે થવાના હતા અને રાત્રે જમણવાર હતો. જ્યારે 22મીએ જાન પાછી અમદાવાદ જવાની હતી.અમદાવાદમાં કર્ફ્યુ લાગતાં 20 નવેમ્બરે વર પક્ષના 10 વ્યક્તિ આવી લગ્નની વિધિ પતાવી અમદાવાદ જતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...