તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:આ વર્ષે જૂન, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્નના મુહૂર્ત, પછી સીધા આવતા વર્ષે એપ્રિલ બાદ મેળ પડશે

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલુ વર્ષે લગ્ન સહિતના માંગલિક કાર્યો પર કોરોનાને પગલે બ્રેક વાગી

કોરોના મહામારીના પગલે ચાલુ વર્ષે લગ્ન સહિત તમામ આયોજનો પડી ભાંગ્યા છે. કેટલાક પરિવારે લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હોવાથી પરિવારની 5 વ્યક્તિઓની સાક્ષીમાં લગ્ન કરી લીધા છે. જોકે હવે 17 મે પછી જો લોકડાઉન ખુલે તો જે પરિવારોએ લગ્નની તારીખ લંબાવી છે. ત્યારે લોકડાઉન ખુલ્યા બાદ પણ જુન, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જ લગ્નના કેટલાક મુહર્ત મળી શકશે. જ્યારે તે બાદ દેવપોઢી એકાદશીના 4 મહિના અને અધિક માસને લઈને લગ્નનું મુહર્ત 18 એપ્રિલ બાદ જ મળી શકશે.

શહેરના વિવિધ પાર્ટી પ્લોટ તેમજ વાડીઓમાં ડિસેમ્બર સુધીનો કોઈ પરિવારે બુકીંગ કરાવ્યું નથી.  વર્ષ ૨૦૨૧માં એપ્રિલ મહિના બાદ જે મુહૂર્ત આવી રહ્યાં છે, તેમાં પણ હવે લોકો સાદગીથી લગ્નનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. 

જ્યારે જે મહેમાનો વિદેશમાં રહે છે તેવા મહેમાનો આ લગ્નમાં ઓનલાઇન હાજરી આપશે તેવું અત્યારથી જ પરિવારોને જણાવ્યું છે. મોટાભાગના પરિવારોએ વર્ષ 2021ના છેલ્લા મહિના સુધી લગ્નનાં આયોજનો કરવાનું મન બનાવ્યું છે.
શુભ વિવાહ મુહૂર્ત

 • મે -2020 | 17,18,19,23,24,29
 • જુન - 2020| 11, 13, 15, 16, 25, 27, 29, 30
 • નવેમ્બર -2020 | 25,27,30
 • ડિસેમ્બર - 2020 | 1,7,9,10,11

(નોંધ) આ મુહૂર્ત સિવાય એપ્રિલ 2021 સુધી લગ્નના કોઈપણ  
મુહૂર્ત નથી  

2020-21નાં કમૂરતાં

 • 30 મે થી 8 જુન 2020 | શુક્ર ગ્રહ અસ્ત
 • 1 જુલાઈ થી 24 નવેમ્બર | દેવસૈની એકાદશી થી દેવઉઠી એકાદશી
 • 1 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર | શ્રાધ્ધ પક્ષ
 • 18 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર | અધિક મહિનો
 • 15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી 2021 | ધનુરમાસ
 • 17 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી | ગુરૂ ગ્રહનો અસ્ત
 • 14 ફેબ્રુઆરી થી 18 એપ્રીલ | શુક્ર ગ્રહનો અસ્ત
 • 14 માર્ચ થી 13 એપ્રીલ | મીનારક
 • 22 માર્ચ થી 28 માર્ચ | હોળાષ્ટક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો