હોળી પર હવામાને રંગ બદલ્યો:46 કિમીના પવનો ફૂંકાતાં 4 વૃક્ષો પડ્યાં

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આજે માવઠાની આગાહી

શહેરમાં સોમવારે સાંજે 46 કિમીની મહત્તમ ઝડપે ફુંકાયેલા પવનોના પગલે રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં 4 ઝાડ પડતા કાર અને ટુવ્હીલર દબાઈ ગયા હતાં, 10 જેટલા હોર્ડિગ્સ નમી પડયા હતાં તેમજ વિઝીબીલીટી 500 મીટરથી 1 િકમી સુધી ઘટી ગઈ હતી. જ્યારે ગરમીનો પારો 2 ડિગ્રી ઘટી 35 ડિગ્રી થઈ ગયો હતો.

ધૂળની ડમરી કારણે વિઝીબીલીટી ઘટી જતાં કેટલાય વાહન ચાલકો અટવાયા હતા. સાંજે 5 થી 6.30 સુધી પવનો ફૂંકાયા હતા. હવામાન એક્સપર્ટ અંકિત પટેલએ જણાવ્યું હતું કે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ લોવર લેવલ પર રહેલું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર સુધી ફેલાયેલું છે.

આ અસરોના કારણે પવનો સાથે ધૂંધળું વાતાવરણ થયું હતું. 7 માર્ચે પણ પવનો ફૂંકાઈ શકે છે,જ્યારે વરસાદી ઝાંપટુ પણ પડવાની સંભાવના રહેલી છે. બીજી તરફ કેટલીક જગ્યાએ હોળીમાં ગોઠવેલા ઘાસ-છાણના પુડા ઉડવા લાગ્યા હતાં. જેને રોકવા નાડાછડીથી બાંધવા પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...