મતભેદ:તિરંગાના નાણાં અમે આપીશું : પ્રભારી સ્વખર્ચે તિરંગા ખરીદવાના છે : પ્રમુખ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરાક્રમસિંહ જાડેજા - Divya Bhaskar
પરાક્રમસિંહ જાડેજા
  • કારોબારીની બેઠકમાં ડૉ.વિજય શાહ-પરાક્રમસિંહ વચ્ચે મતભેદ

શહેર ભાજપની તાજેતરમાં મળેલી કારોબારીની બેઠકમાં હર ઘર તિરંગા કાર્યક્રમ માટે ભાજપના જિલ્લા પ્રભારીએ તિરંગાના ખર્ચ બાબતે ચિંતા નહિ કરવાનું જણાવ્યું હતું. જોકે શહેર ભાજપ પ્રમુખે તિરંગા તમામ હોદ્દેદારોએ પોતાના ખર્ચે લેવાના રહેશે તેમ કહેતા જ કારોબારીમાં ઉપસ્થિત હોદ્દેદારોએ અવઢવમાં મુકાયા હતા.

પ્રમુખે કહ્યું આર્થિક સક્ષમ ન હોય તે હોદ્દેદારોને જ પાર્ટી તિરંગા આપશે
​​​​​​​આગામી 13મીથી 15 મી ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં શહેરમાં અંદાજીત 4 લાખ તિરંગા શહેર માટે આપવામાં આવનાર છે. શહેર ભાજપની કારોબારીની મળેલી બેઠકમાં હર ઘર તિરંગા કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ કારોબારીની બેઠકમાં કહ્યું હતું કે તમામે ચિંતા કરવાની જરૂર નથી.

શહેર ભાજપ દ્વારા જ તમામને તિરંગા આપવામાં આવશે. જોકે ત્યારબાદ બોલવા ઉભા થયેલા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે ભાજપ દવારા કોઇ તિરંગા આપવામાં નહિ આવે. તમામ હોદ્દેદારોએ, કાઉન્સીલરો અને વોર્ડ સંગઠને તિરંગા ખરીદીને લેવા પડશે. એક તરફ જિલ્લા પ્રભારી એ તમામ ખર્ચ સંગઠન ઉપાડશે તેવી જાહેરાત કર્યા બાદ શહેર પ્રમુખે સ્વ ખર્ચે તિરંગા ખરીદવા પડશે તેમ કહેતા જ કારોબારીની બેઠકમાં હાજર કાઉન્સીલરો અને હોદ્દેદારો વિમાસણમાં મુકાયા હતા. જોકે ડો. વિજય શાહે વધુમાં કહ્યું હતું કે આર્થિક રીતે સક્ષમ ન હોઈ તેવા હોદ્દેદારોને પાર્ટી તિરંગા આપશે. બીજી તરફ પરાક્રમસિહં જાડેજાએ જણાવ્યું હતું કે, તિરંગા લોકો સુધી પહોંચાડવું એ સંગઠનનું જ કામ છે.

વિધાનસભા વાઇઝ 20 હજાર તિરંગા પ્રદેશ તરફથી મળવાના છે
આવી કોઈ વાત જ નથી. અમને પ્રદેશમાંથી વિધાનસભા દીઠ 20 હજાર તિરંગા આપવાના છે. તે સિવાય અમે જરૂરિયાત મુજબ અલગથી તિરંગા ખરીદવાના છે. તમામના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકે તેમજ તમામ કોમર્શિયલ પ્રોપર્ટી પર તિરંગા લાગે તેવા પ્રયાસ રહેશે. > ડો. વિજય શાહ, અધ્યક્ષ, શહેર ભાજપ

અન્ય સમાચારો પણ છે...