તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
23મી નવેમ્બરથી સ્કૂલ ચાલુ કરવાના નિર્ણય સામે સ્કૂલ બંધનું વડોદરા પેરેન્ટસ એસોસીએશન દ્વારા એલાન કરવામાં આવ્યું છે. સોશિયલ મિડિયા પર વિદ્યાર્થીઓને સ્કૂલે નહિ મોકલવા માટે ડ્રાઇવ શરૂ કરાશે. કોરોના મહામારી વચ્ચે સ્કૂલો શરૂ કરવાના નિર્ણય સામે વિરોધ કરાશે.
રાજય સરકાર દ્વારા 23મી નવેમ્બરથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવા માટેની જાહેરાત કરી છે. જોકે સ્કૂલો શરૂ કરવા સામે વાલી મંડળો અને વાલીઓ પોતે વિરોધ કરી રહ્યા છે. કોરોનાની વેકસીન હજુ આવી નથી અને શિયાળાની ઋતુમાં કોરોનાનો પ્રકોપ વધવાની શકયતાઓ છે. વડોદરા પેરેન્ટસ એસોસીએશન દ્વારા 23મી તારીખથી સ્કૂલો શરૂ કરવાના આદેશના વિરોધમાં 23મી તારીખે જ સ્કૂલ બંધનું એલાન આપ્યું છે. વીપીએના પ્રમુખ કિશોર પીલ્લાઇએ જણાવ્યું હતું કે વીપીએ દ્વારા સોશ્યલ મિડિયા પર કેમ્પઇન શરૂ કરવામાં આવશે. જેમાં વાલીઓને બાળકોને સ્કૂલે મોકલવામાં આવશે તો કેવી સ્થિતી સર્જાશે તેના માટે એવેરનેસ ડ્રાઇવ કરવામાં આવશે.
આ ઉપરાંત વડોદરા પેરેન્ટસ એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે. જેમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સ્કૂલો બંધ રાખવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે પંરતુ કોરોના ગયો નથી તેવા સમયે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય વાલીઓને ડરાવી રહ્યો છે.
રસી ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રાખો
વર્તમાન પરિસ્થીતીમાં બાળકો સ્કૂલો જાય તે યોગ્ય નથી. જયાં સુધી કોરોના વાઇરસની કોઇ અસરકારક વેકસીન ના આવે ત્યાં સુધી સ્કૂલો ખોલવામાં ના આવે. 15 થી 17 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ સોશ્યલ ડિસ્ટરન્સ રાખશે તે શકય નથી. - બ્રિજેશ પ્રસાદ, પ્રમુખ,અખીલ ગુજરાત વાલી મહાસંઘ
વાલીના ફોન આવે છે વિદ્યાર્થી ઘરે કંટાળ્યાં
અમને ઘણાં વાલીના ફોન આવે છે કે બાળકો ઘરે કંટાળ્યા છે,ઓનલાઇન એજયુકેશનમાં યોગ્ય ધ્યાન આપી રહ્યા નથી. બાળકો સ્કૂલે નથી જતા પણ બહાર રમવા જાય છે અમે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે સ્કૂલો ચાલુ કરીશું. ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રખાશે. - આર.સી.પટેલ, પ્રમુખ,શહેર શાળા સંચાલક મંડળ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.