કોરોના ડર:‘અમે હોસ્પિટલ બંધ કરવાના છીએ, બીજે વ્યવસ્થા કરી લો’

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ડરેે હોસ્પિટલો દર્દીની સારવાર કરવાનું ટાળે છે
  • ડાયાલિસીસ માટે ગયેલા VIP રોડના વૃદ્ધને કડવો અનુભવ

કોરોનાના પગલે લોકડાઉન ભલે હળવું કરવામાં આવ્યું હોય પણ દર્દીઓની હાલાકી યથાવત્ છે. હોસ્પિટલોમાં એક તરફ કંઇક પણ શંકાસ્પદ લાગે તો સીધા જ ગોત્રી, એસએસજીની વાટ જ પકડાવવામાં આવે છે. ખાસ કરીને ગોત્રી હોસ્પિટલમાં ઇલાજ કરાવવામાં ખચકાટ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ કફોડી હાલત ડાયાલિસીસ જેમને જરૂરી છે એવા દર્દીઓ અને તેમના પરિવારજનોની થઈ છે.

મહિનાઓથી ડાયાલિસીસ કરાવતા હોય તેવા દર્દીઓને પણ વારસિયાની પ્રેમદાસ હોસ્પિટલમાં આજકાલ ડાયાલિસીસ બંધ કરી રહ્યાં હોવાનું કહેવાઇ રહ્યું છે. ન્યૂ વીઆઇપી રોડના ભરતભાઇ ધ્યાનીએ જણાવ્યું કે, ‘મારાં પત્નીનું ડાયાલિસીસ પ્રેમદાસ હોસ્પિટલમાં ચાલતું હતું. ચાર-પાંચ દિવસ પહેલાં હું મારાં પત્નીને લઇને ગયો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ‘પહેલી જૂનથી અમે હોસ્પિટલ જ બંધ કરીએ છીએ તેથી તમારે ડાયાલિસીસ કરાવવા અહીં આવવું નહીં.’ બીજી તરફ હવે હોસ્પિટલોએ ‘જો કોરોનાનો ચેપ લાગશે તો હોસ્પિટલની જવાબદારી રહેશે નહીં,’ જેવા ફોર્મ ભરાવવાના શરૂ કર્યાં હોવાનું જાણવા મળે છે. 

અન્ય સમાચારો પણ છે...