બે દિવસનો પાણીકાપ:વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ભર ઉનાળે મંગળવાર સાંજે અને બુધવાર સવારે પાણી વિતરણ થશે નહી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાળજાળ ગરમીમાં પાણીકાપ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કાળજાળ ગરમીમાં પાણીકાપ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.(ફાઈલ તસવીર)
  • જૂના LT પેનલ બોર્ડના સ્થાને નવીન LT પેનલ બોર્ડ લગાવવાશે

વડોદરા શહેરમાં ભર ઉનાળે પાણી કાપ લાદવામાં આવી રહ્યો છે. શહેરના ગાજરવાડી વિસ્તારમાં આવતીકાલ મંગળવારે સાંજે અને બુધવારે સવારે કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ નહીં કરવામાં આવે.

બોર્ડના સ્થાને નવીન પેનલ લગાવાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાજરાવાડી ટાંકી ખાતે જૂના LT પેનલ બોર્ડના સ્થાને નવીન LT પેનલ બોર્ડ લગાવવાની કામગીરી તા. 10 મે મંગળવારના રોજ રોજ સવારના પાણી વિતરણ હાથ ધરવામાં આવશે. જેથી ગાજરાવાડી ટાંકીથી મંગળવારે સાંજના ઝોનમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે.

ઓછા પ્રેશરથી પાણી અપાશે
સાથે જ ગાજરાવાડીમાં 11 મે બુધવારે સવારના ત્રણ ઝોનમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. તેમજ બુધવારે સાંજના ઝોનમાં પાણી વિતરણ વિલંબથી, ઓછા પ્રેશરથી અને ઓછો સમય કરવામાં આવશે.