પાણીકાપ:નાલંદા ટાંકીમાંથી આજે અને કાલે પાણી નહીં મળે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફીડર લાઈનનું જોડાણ કરવાનું હોવાથી વિતરણ બંધ
  • 50 હજાર લોકોને આપદા વેઠવી પડશે

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી નાલંદા પાણીની ટાંકીમાંથી ગુરુવારે અને શુક્રવારે એમ બે દિવસ સુધી પાણી વિતરણ કરવામાં આવશે નહીં અને તેના કારણે 50000 નાગરિકોને હેરાનગતિ ભોગવવી પડશે. શહેરના પૂર્વ વિસ્તારમાં નાલંદા ટાંકી ખાતે હાલની ફિડર લાઈનનું નવા અંડરગ્રાઉન્ડ સંપની ફિડર લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી પાલિકા દ્વારા તારીખ 7 ના રોજ હાથ ધરવામાં આવશે.

આ કામગીરીને લીધે તારીખ 7 ના રોજ નાલંદા ટાંકીથી બપોરનું અને સાંજનું તથા તારીખ 8 ના રોજ સવારના ઝોનનું પાણી આપવામાં નહીં આવે. કામગીરી પૂરી થયા બાદ તારીખ 8 ના રોજ બપોરનું તથા સાંજના ઝોનનું પાણી મોડેથી તેમજ લો પ્રેસરથી અપાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...