તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મશીન અપગ્રેડેશન:નાલંદા ટાંકીનો વાલ્વ બદલવાની કામગીરીમાં પાણી મોડું અપાયું

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ટાંકી પર તબક્કાવાર કામગીરી
  • રાયકા-દોડકા ખાતે એચટી ઇલેક્ટ્રિકલ હાઇટેન્શન પેનલ બદલાઇ

શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે નાલંદા પાણીની ટાંકી ખાતેની મુખ્ય લાઇન પરનો વર્ષો જૂનો વાલ્વ બદલવાની કામગીરી કરવામાં આવતાં પાણી વિતરણ મોડું કરવામાં આવ્યું હતું અને તેની સાથે મશીનરી અપગ્રેડેશનની કામગીરી પણ પૂરી થઈ હતી.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૂા. 26.51 કરોડના ખર્ચે 17 પાણી વિતરણ મથક અને 2 વોટર સોર્સ ખાતે સ્માર્ટ એનર્જી એફિશિયન્ટ અપગ્રેડેશન અને મોનિટરિંગની કામગીરી શરૂ કરી છે અને 40% કાર્ય પૂરું થયું છે. જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં નાલંદા ટાંકી ખાતે પાણીની મુખ્ય લાઈન પર વાલ્વ બેસાડવાનું કામ સવારે પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે આ ટાંકી હેઠળના વિસ્તારમાં સાંજના સમયનું પાણી મોડેથી અને લો પ્રેશર સાથે આપવામાં આવ્યુ હતું.

ગાયત્રી નગર, તાંદળજા, સમા, ગોરવા, જેલ પાણીની ટાંકી, નાલંદા, આજવા, પાણીગેટ, ગાજરાવાડી અને સુભાનપુરા પાણીની ટાંકી ખાતે 4 દાયકા જૂના પંપ હોવાથી સરકારની એનર્જી એફિશિયન્ટ ક્ષેત્રે કામ કરતી સંસ્થાના સર્વે બાદ બદલી દેવામાં આવ્યા છે. વર્ષો જૂના વોટર પંપ હોવાથી તેની કાર્યક્ષમતા ઓછી હતી અને એનર્જી વધુ વેસ્ટ થતી હતી અને તેનું મેન્ટેનન્સ વધુ હોવાથી બ્રેકડાઉન વારંવાર થતું હતું.

જોકે નવા પંપ સેટને કારણે મેન્ટેનન્સ પણ ઓછું આવે છે અને કેબલો બળી જવાની ફરિયાદ રહેશે નહીં. આ ઉપરાંત એરપોર્ટ બુસ્ટર અને વારસિયા બુસ્ટરની પણ પંપ સેટની કામગીરી કરવામાં આવી છે. મહી નદીના 4 કૂવા પૈકી રાયકા અને દોડકા ખાતે એચટી ઇલેક્ટ્રિકલ હાઇટેન્શન પેનલ બદલી દેવામાં આવી છે, જ્યારે પંપ સેટ બદલવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે, રાયકા અને દોડકાના પંપ સેટ 30 વર્ષ જૂના છે અને દર વર્ષે તેના મેન્ટેનન્સ પાછળ રૂા. 10 થી 12 લાખનો ખર્ચો થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...