તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક પહેલાં પાળ:આકારણી પૂર્વે વેમાલી સહિત સાત ગામમાં પાણી સુવિધાની મથામણ

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હવે વેરા બિલ માટે આકારણી શરૂ કરાશે
 • ટ્યૂબવેલની મરામતના ઇજારા માટે વાર્ષિક 20 લાખ ખર્ચાશે

શહેરની હદમાં સમાવિષ્ટ થયેલા સાત ગામોમાંથી વેરાની આવક મેળવવાનો તખ્તો તૈયાર થયો છે અને તેની મિલકતોની આકારણી કરવાની કવાયત હવે શરૂ થનાર છે ત્યારે પાણી પૂરું પાડતા ટ્યુબવેલની મરામત કરવા નો વાર્ષિક 20 લાખ રૂપિયાનો ખર્ચો મંજૂર કરવાની ભલામણ કરાઈ છે.હાલમાં શહેરને 50 કરોડ મીટરથી વધુ પાણી રોજ નું પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ સિવાય પાણી પુરવઠા વિભાગ હસ્તકની પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં તેમજ અન્ય સ્થળોએ મળી કુલ 75 ટ્યુબવેલ કાર્યરત છે.

પાલિકાની હદમાં સમાવિષ્ટ સાત ગામોમાં પણ 34 ટ્યુબવેલ છે અને તેના કારણે કુલ ટયુબવેલની સંખ્યા 109 થાય છે.વેમાલી, સેવાસી, વડદલા, બિલ, ઉંડેરા ,કરોડિયા સહિત કુલ સાત ગામો પાલિકાની હદમાં આવ્યા છે અને ત્યાં પાલિકા દ્વારા સુવિધા કેવી પૂરી પાડવામાં આવી રહી છે તેના પ્રશ્નો પણ ઊભા થયા છે.

આ સંજોગોમાં પાલિકાએ આ સાત ગામોમાં મિલકતોનો સર્વે કરવાનું નક્કી કર્યું છે અને ત્રણ મહિનામાં 60 હજારથી વધુ મિલકતો નો સર્વે કરવા માટે કામગીરી પણ સોંપી છે. આ સરવેની કામગીરી શરૂ થાય તે તેના ભાગરૂપે આ સાત ગામોમાં પાણી પૂરું મરમ્મત માટે ઇજારો આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી રજૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો