તંત્ર નિરસ:કરંટ લાગવાની બીકે પાણીની લાઈનનું ભંગાણ ના સુધારાયું

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારેલીબાગમાં રોજ 2 કલાક પાણીનો વેડફાટ
  • 4 મહિનામાં બીજી વખત ભંગાણ છતાં તંત્ર નિરસ

શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. જો કે કારેલીબાગમાં વામા ડુપ્લેક્સ નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયેલા ભંગાણથી રોજ બે કલાક વેડફાતું પાણી તંત્રની નજરમાં નથી. પાલિકાના અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી. પરંતુ બાજુમાં જીઈબીની ડીપી હોઇ કરંટનો ભય હોવાથી કામગીરી શરૂ કરવામાં વિલંબ થયો છે.

કારેલીબાગ વિસ્તારમાં 4 મહિનામાં બીજી વખત પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. પાલિકા સહિત કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીનો લોકો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ઉનાળામાં પાણીની જરૂરીયાત વધશે તેમાં કોન્ટ્રાક્ટરો યોગ્ય કામગીરી નહી કરાતા આવી સ્થિતી વારંવાર ઉત્પન્ન થઇ રહી છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...