તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કોરોના દર્દીઓ માટે પાણીના જગ અપાશે, અગાઉ પોર્ટેબલ એક્સરે મશીન, માસ્ક અને પીપીઇ કીટ પણ અપાઈ હતી

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરની સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે ગોત્રી હોસ્પિટલમાં 4 અને એસએસજી હોસ્પિટલમાં 3 મોબાઇલ ફોન ડોનેટ કર્યા બાદ હવે પોઝિટિવ દર્દીઓને પાણીના જગ આપશે.

આ વિશે સમિતિના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું કે, ‘કોરોનાના દર્દીઓને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી તેવી દર્દીઓ અને તેમના પરિવારજનોની ફરિયાદ હતી. તેથી સમિતિ દ્વારા 3 લિટર પાણીના જગ આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં પોઝિટિવ દર્દી દીઠ કે રૂમ દીઠ આપવા તે નક્કી કરીને એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ બંને હોસ્પિટલમાં અપાશે.’ ઉલ્લેખનીય છે કે સમિતિ દ્વારા અગાઉ પોર્ટેબલ એક્સરે મશીન, માસ્ક અને પીપીઇ કીટ પણ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો