તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર યુટિલિટી:કારેલીબાગ પાણીની ટાંકીમાંથી હવે સાંજને બદલે સવારે પાણી વિતરણ

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરની કારેલીબાગ પાણીની ટાંકીમાંથી સાંજે 7થી 8 વાગ્યાને બદલે સવારે પાણી વિતરણ કરાશે. કારેલીબાગ પાણીની ટાંકીમાંથી પાણીની ટાંકી રોડ ઉપર આવેલી આમ્રપાલી સોસાયટી, વિઠ્ઠલ કૃપા, સંતરામ પાર્ક, ઉપવન સોસાયટી અને કમલા પાર્ક સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આ સોસાયટીઓમાં તા.2 એપ્રિલ ને શુક્રવારના રોજથી પાણી વિતરણનો સમય બદલવામાં આવ્યો છે અને આ સોસાયટીઓમાં હવે શુક્રવારના રોજથી સાંજને બદલે સવારે 9 થી 10 વાગ્યાના સમયગાળામાં પાણી વિતરણ કરવામાં આવશે.

વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબર માટે 15મીથી રિઓક્શન માટે ફોર્મ ભરાશે
આરટીઓમાં તાજેતરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નવી સીરીઝ માટે થયેલા ઓક્શન બાદ મોટી સંખ્યામાં ગોલ્ડન અને સિલ્વર નંબરો બાકી રહેતા ફરી એક વખતઓક્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે 15 એપ્રિલથી 19 એપ્રિલ બપોરે ચાર વાગ્યા સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. 20 તારીખે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરટીઓમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આરટીઓ દ્વારા ગોલ્ડન અને સિલ્વર નંબર સરકાર દ્વારા નક્કી કરેલી રકમ આ સિવાય કોઈને એલોટ કરી શકાતા નથી.

લગ્નમાં 200, મૃત્યુના કિસ્સામાં મહત્તમ 50 વ્યક્તિની મર્યાદા
કોરોનાના સંક્રમણને કાબૂમાં રાખવા માટે તંત્ર દ્વારા શહેરમાં આગામી 15 એપ્રિલ સુધી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરના હુકમ અનુસાર લગ્ન-સત્કાર સમારંભ કે સામાજિક કાર્યક્રમો ગાઈડ લાઈન મુજબ યોજવાના રહેશે. જેમાં ખુલ્લાં-બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં, પરંતુ 200 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગોનું આયોજન કરી શકાશે. જ્યારે મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા-ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો