વેરો ન ભરનારા લોકો સામે વડોદરા મહાનગર પાલિકાએ મંગળવારથી વોરંટનું હથિયાર ઉગામ્યું છે. મંગળવારે પહેલા દિવસે જ વેરો ભરવામાં અખાડા કરતી 3,828 કોમર્શિયલ બિલ્ડિંગોને વોરંટ બજવ્યા છે. પાલિકાએ કુલ 7.95 લાખ મકાનો અને કોમર્શિયલ બિલ્ડીંગને વેરાબીલની બજવણી કરી હતી. જેમાંથી 5.35 લાખ વેરા બિલધારકોએ બિલની ભરપાઈ કરી છે.
જ્યારે હજી પણ 2.60 લાખ મિલકતોના વેરા ભરાયા નથી. વોરંટની બજવણીના 7 દિવસમાં જો બાકી વેરો નહિ ભરાય તો પાલિકા સીલ મારવાની કામગીરી કરશે. એક દિવસમાં સૌથી વધુ વોર્ડ 5માં 675 મિલકતોને વોરંટ આપવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ 10 અને 18માં સૌથી ઓછા 40 વોરંટની બજવણી કરાઈ છે. પાલિકાએ ઓગસ્ટ મહિનામાં ચાર ઝોનના નાગરિકોને વેરાબીલની બજવણીની મુદ્દતમાં 15 દિવસનો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે બિલધારકોને વોરન્ટ અને નોટિસની બજવણી કરવામા આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2022-23માં વેરા થકી રૂ. 503 કરોડની આવકનું લક્ષ્યાંક મૂક્યું છે. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધી રૂ.361 કરોડની આવક થઈ છે. આકારણી વિભાગે 8માં મહિનામાં તબક્કાવાર 4 ઝોનમાં ચાલુ વર્ષના વેરાબીલની બજવણી કરી હતી. એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધીમાં પાલિકાને રૂ. 361 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના વિકાસ માટે પાલિકા પાસે પણ પૂરતી નાણાકીય જોગવાઇ જરૂરી છે. ત્યારે આવકના લક્ષ્યાંક માટે વેરા વસૂલાતની કામગીરી વધુ વેગવંતી કરાઇ છે.
વોર્ડ નં.10 અને 18માં માત્ર 40-40 બિલ્ડિંગોના વેરા ભરાયા નથી | |
વોર્ડ | વોરંટ |
1 | 60 |
2 | 100 |
3 | 200 |
4 | 200 |
5 | 675 |
6 | 220 |
7 | 274 |
8 | 135 |
9 | 110 |
10 | 40 |
11 | 225 |
12 | 32 |
13 | 425 |
14 | 300 |
15 | 220 |
16 | 250 |
17 | 100 |
18 | 40 |
19 | 240 |
કુલ | 3828 |
વેરા વસુલાત | |
પ્રોપર્ટી ટેક્ષ | ~361.97 |
પ્રોફેશનલ ટેક્ષ | ~13.11 |
વેહિકલ ટેક્ષ | ~08.52 |
વોટર ટેક્ષ | 0 |
કુલ | ~436.92 |
રૂપિયા કરોડમાં |
આગામી દિવસોમાં વેરાવસૂલાત વધુ સઘન થશે
ચાર મહિના રાહ જોયા બાદ વેરો ન ભરાનારાઓ સામે પાલિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. પહેલા દિવસે બાકીદારો સામે કાર્યવાહી કરી છે. હજી 98.5 ટકા બાકીદારો હોવાથી વેરાવસૂલાત વધુ સઘન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.