તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:6 મિનિટ ચાલ્યા બાદ 93થી ઓછો O2 બતાવે તો ચેતવું

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડો. શીતલ મિસ્ત્રી - Divya Bhaskar
ડો. શીતલ મિસ્ત્રી

શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે લોકોમાં હજી પણ કોરોનાને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આવા કેટલાક પ્રશ્નોના જવાબ ભાસ્કરે એક્સપર્ટ કોરોના એડવાઇઝર ડો. શીતલ મિસ્ત્રી પાસેથી જાણી અત્રે રજૂ કર્યા છે.

સવાલ : કોરોનાના કેસો વધતા લોકોમાં વધુ ચિંતા ફેલાઇ છે ? શું માર્ગદર્શન આપશો
જવાબ : શરીરમાં ક્યાંક કળતર થાય કે થોડો તાવ આવે તો તે કોરોના જ હોય તેવું નથી. કમ્યૂનિટી ટ્રાન્સમિશનમાંથી પસાર થઇ રહ્યાં છે ત્યારે માત્ર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ શ્રેષ્ઠ રસ્તા છે. ગળુ પકડાય, ઠંડી લાગીને તાવ આવે, શરીરમાં સતત કળતર થાય ત્યારે કોરોનાની શક્યતા વધુ છે.

સવાલ : હોસ્પિટલમાં સ્ક્રિનિંગ માટે જતા પહેલા શું કરવું જોઇએ ?
જવાબ: હવે ઓક્સિજન માપવા માટેનું સાધન હાથવગુ રાખવું જ જોઇએ. ઘરે આવું સાધન હોય તો 6 મિનિટ સતત ચાલો જો 93થી ઓછું ઓક્સિજન લેવલ આવે તો કોરોનાની શક્યતા છે. તુરંત જ હોસ્પિટલ જવું જોઇએ.

સવાલ :​​​​​​​​​​​​​​ દર્દીને ક્યારે હોસ્પિટલમાં દાખલ કરી શકાય ?
જવાબ: ​​​​​​​ આરટીપીસીઆર પોઝિટિવ હોય, વધુ વાઇરલ લોડ હોય , પણ સીટી વેલ્યૂ ઓછી હોય તો દર્દી ગંભીર થાય તે જરૂરી નથી. ફેફસામાં ચેપ વધુ હોય પણ ઓક્સિજનની જરૂર ન હોય તો તેવા દર્દીઓ ઘરે જ હોમ બેઝ્ડ સારવાર લઇ શકે છે. પણ દર બે કલાકે ઓક્સિજન લેવલ માપવું જોઇએ.

સવાલ :​​​​​​​દર્દીઓ કોરોનાને હળવાશથી લઇ રહ્યાં છે એવું તમને લાગે છે ?
જવાબ: ચિંતા માત્ર મોટી વયના, મેદસ્વિતા ધરાવતા, હૃદયરોગના દર્દીઓ, અને ડાયાબીટિસના દર્દીઓએ કરવાની છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ તુરંત જ કરવા જોઇએ. હળવા લક્ષણ ધરાવતા યુવાઓએ બીનજરૂરી દોડધામ કરવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો