તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના કાળમાં પણ પાલિકાએ વેરાની આવક 350 કરોડને પાર કરી છે ત્યારે છેલ્લા પૂર્વ ઝોનની રેગ્યુલર મુદતમાં પણ 15 દિવસનો વધારો કરી દેવાતાં વૉર્ડ નં.1,2 અને 9 ના બાકી કરદાતા 12 જાન્યુઆરી સુધી વ્યાજ વગર વેરો ભરી શકશે.
2020-21માં મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક 492 કરોડ છે અને વર્ષ પૂરું થવા આડે 3 મહિના બાકી છે. અગાઉ 3 ઝોનમાં બિલો ભરવાની મુદત પૂરી થતાં 15 દિવસ વધારાયા હતા. જ્યારે પૂર્વ ઝોનની રેગ્યુલર મુદત 28 ડિસેમ્બરે પૂરી થતાં તેની મુદત 15 દિવસ વધારીને 12 જાન્યુઆરી કરાઈ છે. જેથી વૉર્ડ 1, 2 અને 9ના ચાર દરવાજા, ન્યાય મંદિર રોડ, વાઘોડિયા રોડ, આજવા રોડ, સરદાર એસ્ટેટ, ન્યૂ વીઆઈપી રોડ, કિશનવાડી, હરણી-વારસિયા રિંગ રોડના કરદાતા વગર વ્યાજ દંડે બાકીનો મિલકત વેરો ભરી શકશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.