તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતના બે બનાવ:વડોદરાની પારુલ હોસ્પિટલના વોર્ડબોય અને પારુલ યુનિવર્સિટીના સફાઇકર્મીનું અકસ્માતમાં મોત

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાળ કપાવી પરત ફરતા 25 વર્ષીય યુવકને લક્ઝરી બસે ટક્કર મારતાં મોત

ધનતેરસની રાત્રે અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા હોવાની માહિતી સાંપડી છે પોર ગામ થી માથાના વાળ કપાવી પરત ફરી રહેલા ટુ વ્હીલર ચાલકને લક્ઝરી બસે ટક્કર મારતાં ચાલકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલા વ્યક્તિને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે બીજા બનાવમાં પારુલ યુનિવર્સિટી માં સફાઇનું કામકાજ કરતા બાઈક સવાર યુવકને વાઘોડિયા રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી અજાણ્યા વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી છે.

પહેલો અકસ્માતઃ કમલાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી
વાઘોડિયા જિલ્લાના પીપળીયા તાલુકાના નવી નગરી ગામે રહેતા જગદીશભાઈ રાઠોડિયા લીમડા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટી માં વોર્ડ બોય તરીકે છેલ્લા પાંચ વર્ષથી સફાઈ કામ કરે છે ગઈકાલે રાત્રે તેઓ ઘરેથી પારુલ હોસ્પિટલ નોકરી જવા નીકળ્યા હતા આ સમયે વાઘોડિયા રોડ ઉપર કમલાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા વાહને બાઈક સવાર જગદીશભાઈને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જગદીશભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું . ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજો અકસ્માતઃ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત
વડોદરા શહેર નજીક વરણામા ગામે નવી નગરીમાં રહેતા જગદીશભાઈ વસાવાએ વરણામા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે હું તેમજ ગામમાં રહેતા વિનોદભાઈ વસાવા ટુ વ્હીલર મેસ્ટ્રો ગાડી લઈ વાળ કપાવવા માટે પોર જવા નીકળ્યા હતા. જ્યાંથી પરત આવતા નેશનલ હાઇવે નંબર 48 ભરૂચ -વડોદરા ટ્રેક ઉપર એક લક્ઝરી બસ પૂર ઝડપે ઘસી આવી હતી અને અમારી મેસ્ટ્રો ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મને હાથે અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યારે ચાલક વિનોદભાઈ વસાવા( ઉમર વર્ષ 25 ) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે વરણામા પોલીસે અજાણ્યા લક્ઝરી બસના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો