તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં 16 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી. જેમાં પાદરા નગર પાલિકાના વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બીજેપીની પેનલ બિનહરિફ ચૂંટાઈ આવી છે. કોંગ્રેસનો આક્ષેપ હતો કે,લાલચ આપી ફોર્મ પરત ખેંચાવડાવ્યું છે.આ ઉપરાંત ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 5 અને વડોદરા તાલુકા પંચાયની પોર સીટ પર અન્ય પક્ષના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિન હરિફ થયા હતા.
પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલના ઉમેદવાર લુપીનસિંહ ગોહિલ, હિતેશ ગાંધી, પીનલ પટેલ અને ગુલનાઝ મંસુરીએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતાં પાદરાના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. ભાજપના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહંમદ રફીક શેખે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા આખરે ભાજપની પેનલના ઉમેદવાર સેજલ શાહ,જીજ્ઞાશા ગાંધી, મયુરધ્વજસિંહ ઝાલા અને અશોક પટેલ બિનહરીફ ચૂંટાયા હતાં.ઉલ્લેખનિય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનુમામા સામે બળવો કરનાર અને કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારને જીત અપાવવામાં મદદ કરનાર ચૈતન્યસિંહ ઝાલાને ભાજપે સસ્પેન્ડ કર્યાં હતાં.
પરંતું બરોડા ડેરીની ચૂંટણીના સમયે દિનુમામા સાથે સમાધાન થઈ જતા ચૈતન્યસિંહ ઝાલાને ભાજપમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકામાં પૂર્વ કારોબારી ચેરમેન રહી ચુક્યાં છે,તેમજ તેમની 3 ટર્મ પુરી થઈ ગઈ હોવાથી તેમને ટિકિટ મળે તેમ ન હતી.પરંતું તેમના ભાઈ મયુરધ્વજસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી હતી.રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા અને સુત્રોના જણાવ્યા અનુસાર, ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના ભાઈ મયુરધ્વજસિંહ ઝાલાની પેનલ જે વોર્ડ નંબર 2માં ઉભી રહી હતી,તે જ વોર્ડ નંબર 2માં કોંગ્રેસમાંથી પોતાના માણસોને ઉભા રખાવ્યાં હતાં.
જ્યારે 16 ફેબ્રુઆરીએ કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. બીજી તરફ આપનો ઉમેદવાર પણ પૂર્વ ભાજપનો કાર્યકર હતો,જેને પણ ભાજપના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. આમ ચૈતન્યસિંહ ઝાલાએ પાર્ટીમાં પોતાનું કદ વધાર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પાદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપે આ જ રીતે ફોર્મ પાછા ખેંચાવ્યા
પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે,જેમાં ભાજપ દ્વારા સામ,દામ,દંડ અને ભેદ આમ તમામ પ્રકારના દાવપેચ લગાવી ઉમેદવારોને લાલચ આપીને ફોર્મ પાછા ખેંચાવ્યાં છે. પાદરા નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપે આ જ રીતે ફોર્મ પાછા ખેંચાવ્યાં છે. > જશપાલસિંહ પઢિયાર,ધારાસભ્ય,પાદરા
તા.પં.ની પોર બેઠક પર BJPના ઉમેદવાર બિનહરીફ, જિ.પં.ની બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
વડોદરા તાલુકાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર વિનુભાઈ પટેલ (મારેઠા)એ ભાજપના ઉમેદવાર અશોક પટેલ (પોર)ના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે પોર બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે.ઉપરાંત તા.પં.ની પોર બેઠકથી કોંગ્રેસના સુધાબેન વસાવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા બીજેપીના ઉમેદવાર સુનિતાબેન વસાવા બિનહરીફ થયા હતાં. સિંધરોટના તા. પં. સીટ પરથી અપક્ષ અજીત ગોહિલે ફોર્મ પરત ખેંચતા હવે અહીં બીજેપી,આરએસપી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.